• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Elections Between BJP And Congress On 10 Seats Of Farmers Section At Gondal Market Yard, Voters Thronged Outside Polling Booths

મતદાન પૂર્ણ:ગોંડલ માર્કેટ યાર્ડમાં 94.64% મતદાન, ખેડૂત વિભાગની 10 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી

ગોંડલ3 મહિનો પહેલા
  • ગોંડલ યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલની જીત થશે : જયેશ રાદડિયા

આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં મતદાન શરુ થયું છે. આજે94.64% જેટલું મતદાન થયું હતું.ખેડૂત વિભાગની 10 બેઠક પર ભાજપના 10 ઉમેદવાર અને 8 બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના 5 યાર્ડની ચૂંટણી પૈકી જેતપુર અને જામકંડોરણા યાર્ડમાં બિનહરીફ ચૂંટણી થઇ જયારે ધોરાજી, રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ચૂંટણી થતા રાજકોટ અને ધોરાજીમાં ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે. જયારે ગોંડલ યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલની જીત થશે તેવો વિશ્વાસ જયેશ રાદડિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

ભાજપ પ્રમુખ ચંદુ દુધાત્રાની મહેનતથી બેઠકો બિનહરીફ થઈ
ભારતીય જનતા પાર્ટીનું શાસન ગોંડલ માર્કેટ યાર્ડમાં યથાવત રહેશે તેવું જાણવા મળ્યું છે. કારણ કે, વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક બિનહરિફ બિનહરીફ થઈ છે. ખેડૂત વિભાગમાં કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી ભાલોડી અશ્વિનભાઈ ત્રીકમભાઈએ ફોર્મ પાછું ખેંચતા 16માંથી નગરપાલિકાના સદસ્ય સાથે 9 બેઠક ભાજપને મળતા શાસન આવનારા પાંચ વર્ષ માટે યથાવત રહેશે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીરામાણી અને શહેર ભાજપ પ્રમુખ ચંદુ દુધાત્રાની મહેનતથી બેઠકો બિનહરીફ થઈ છે.

ગોંડલ ભાજપનો ગઢ મનાય છે
ગોંડલ ભાજપનો ગઢ છે. તેમાંય મુખ્ય ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી ભાજપ પ્રેરિત ઉમેદવારોમાં ખેડૂત વિભાગમાંથી ગોપાલભાઈ શિંગાળા, અલ્પેશભાઈ ઢોલરીયા, જગદીશભાઈ સાટોડિયા, કુરજીભાઈ ભાલાળા, કચરાભાઈ વૈષ્ણવ, ધીરજલાલ સોરઠીયા, વલ્લભભાઈ ડોબરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નાગજીભાઈ પાંચાણી, મનીષભાઈ ગોળ, સહકારી ખરીદ વેચાણ મંડળી વિભાગમાંથી મગનભાઈ ઘોણીયા, પ્રફુલભાઈ ટોળીયા અને વેપારી વિભાગમાંથી જીતેન્દ્રભાઈ જીવાણી, રસિકભાઈ પટોળીયા, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઈ લાલચેતા મળી 16 ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

( દેવાંગ ભોજાણી, ગોંડલ )

અન્ય સમાચારો પણ છે...