પ્રતિષ્ઠિત ચૂંટણી:ભાજપના પક્ષી સામે ખેડૂતના ઓજારની ટક્કર,ઉંટથી વિમાન અને પાવડા-હળથી માંડીને ટ્રેકટર, રાજકોટ યાર્ડના ઉમેદવારોને ચૂંટણી પ્રતિક ફાળવાયા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં પેનલ-ટુ-પેનલ ટકકર ઉપરાંત કેટલાંક વ્યકિતગત ઉમેદવારો પણ મેદાનમાં છે
  • પક્ષી, સિંહ, વાઘ, માછલી, બતક, ઘોડા જેવા પણ પ્રતિકની ફાળવણી

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં રૂપાંતર વિભાગ બીનહરીફ થવા સિવાય ખેડૂત તથા વેપારી વિભાગની 14 બેઠકો માટે ચૂંટણી થવાનું નિશ્ચીત બની ગયુ છે. પેનલ-ટુ-પેનલ ટકકર ઉપરાંત કેટલાંક વ્યકિતગત ઉમેદવારો પણ મેદાનમાં છે ત્યારે ચૂંટણી અધિકારી દ્વારા તમામને ચૂંટણી ચિન્હો ફાળવી દેવામાં આવ્યા છે. ઉંટથી માંડીને વિમાન તથા પાવડા-હળથી માંડીને વિમાન સુધીનાં પ્રતિકોની ફાળવણી થઈ છે.

10 બેઠકો માટે 22 ઉમેદવારો મેદાનમાં છે
માર્કેટ યાર્ડની ચૂંટણી 5મી ઓકટોબરે યોજાવાની છે.ફોર્મ પાછા ખેચવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો.સમાધાનનાં પ્રયત્નો સફળ થયા ન હતા. ખેડૂત વિભાગમાં ભાજપ તથા કિસાન સંઘની પેનલ-3 પેનલ ટકકર થવાની છે. 10 બેઠકો માટે 22 ઉમેદવારો મેદાનમાં છે.વેપારી વિભાગમાં 4 બેઠકો માટે 10 ઉમેદવારો વચ્ચે જંગ છે. આમાં પણ બે પેનલ વચ્ચે સીધી લડાઈ છે. ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થવા સાથે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારોને નિશાનની ફાળવણી કરી દેવામાં આવી હતી. તેમાં કૃષિમાં વપરાતા સાધનોથી માંડીને અનેકવિધ પ્રતિકો સામેલ છે.

ખેડુત વિભાગમાં ગાડુ, કુહાડી અને ટ્રેકટર જેવા પ્રતિકોની ફાળવણી
ખેડુત વિભાગમાં રણછોડભાઈ કકાસમીયાને વહાણ, મયુર કાકડીયાને ગાડુ, કાળાભાઈ કુમારખાણીયાને ડંકી, વિજય કોરાટને પક્ષી, ભરત ખુંટને હરણ, વસંત ગઢીયાને કુકડો, ભૂપેન્દ્રસિંહ જાડેજાને ખુરશી, હઠીસિંહ જાડેજાને ઘોડો, દિનેશ દુઘાગરાને ડીઝલપંપ, પ્રવિણ દેત્રોજાને પાવડો, વિજય દેસાઈને ટ્રેકટર, જયેશ પીપળીયાને બતક, જયંતીભાઈ ફાચરાને બળદ, જયેશ બોઘરાને સિંહ, હિતેશ મેતાને ઉંટ, પરસોતમ રંગાણીને કુહાડી, દિપક લીંબાસીયાને પાવડી,હંસરાજ લીંબાસીયાને વાઘ, ભાવેશ લુણાગરીયાને ટોપલી, ધીરજ વાડોદરીયાને ખેડૂત, જીતેન્દ્ર સખીયાને માછલી, દિલીપ સખીયાને હળના નિશાન અપાયા છે. વેપારી વિભાગમાં અતુલ કમાણીને ટ્રેકટર, મહેશ તળાવીયાને બસ, કિશોર દોંગાને જીપ તથા વલ્લભ પેથાણીને વિમાન નિશાન તરીકે અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...