તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં તારીખ 21મીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે જુદી જુદી સરકારી કચેરીઓના કર્મચારીઓને ચૂંટણી સંબંધિત કામગીરી સોંપવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પણ ટીચિંગ અને નોન ટીચિંગના કર્મચારીઓને ચૂંટણી ફરજના ઓર્ડર કાઢ્યા છે, પરંતુ એક કર્મચારીએ બે-બે સ્થળે ચૂંટણી ફરજ નિભાવવી પડે એવા ઓર્ડર નીકળ્યા આશ્ચર્ય સર્જાયું છે. યુનિવર્સિટીના 15થી વધુ નોન ટીચિંગ કર્મચારીઓના એકને બદલે બે-બે સ્થળે ચૂંટણી કામગીરીના ઓર્ડર નીકળતા યુનિવર્સિટી કેમ્પસમાં ચર્ચા જાગી છે.
યુનિવર્સિટી દ્વારા જ્યારે કર્મચારીઓની યાદી કલેક્ટર તંત્રને મોકલવામાં આવી ત્યારે એક જ કચેરીને માહિતી પહોંચાડવાને બદલે શહેરની જુદી જુદી કચેરીઓને માહિતી મોકલી દીધી હોવાને કારણે આ સમસ્યા થઇ છે. આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર તંત્રે પણ તપાસ હાથ ધરી છે અને આ પ્રકારની ભૂલ માત્ર યુનિવર્સિટીમાં જ નહીં પરંતુ બીજી ઘણી સરકારી કચેરીઓના કર્મચારીઓના ઓર્ડરમાં થઇ હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી-2021 અંતર્ગત આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, મતદાનમથકના પ્રમુખ અધિકારીઓ અને મતદાન અધિકારીઓ સહિતનાઓની નિમણૂકના ઓર્ડર અપાયા છે જેમાં શહેરના જુદા જુદા સરકારી વિભાગના કર્મચારીઓના ચૂંટણી કામગીરીના ઓર્ડર જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા કાઢવામાં આવ્યા છે. પરંતુ આગામી તારીખ 18થી 20 દરમિયાન નેકની ટીમ યુનિવર્સિટીનું ઇન્સ્પેક્શન કરવા માટે આવવાની હોય નેકની કામગીરીમાં જોડાયેલા સ્ટાફને ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ આપવા અને તેના બદલે અન્ય કર્મચારી યુનિવર્સિટી દ્વારા આપવા અંગેની જિલ્લા કલેક્ટર તંત્રને રજૂઆત પણ કરવામાં આવી છે. હવે જે નોન ટીચિંગ કર્મચારીઓના ચૂંટણી ફરજના ઓર્ડર નીકળ્યા છે તેમાંના 15થી વધુ કર્મીઓ એવા છે જેના એકસાથે બે-બે સ્થળે ચૂંટણી કામગીરી કરવાના ઓર્ડર નીકળ્યા છે. જોકે આ અંગે યુનિવર્સિટી દ્વારા સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.