કોરોના સંક્રમણ:ચૂંટણીની અસર દેખાઈ: કોરોના કેસ 2 મહિનાથી ટોચે પહોંચ્યા

રાજકોટ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટમાં બુધવારે 79 પોઝિટિવ નોંધાયા : બે દી’માં બે દર્દીનાં મોત, એક્ટિવ કેસ 300ને પાર

રાજકોટમાં કોરોનાના દૈનિક કેસ બુધવારે 79 નોંધાયા છે જે છેલ્લા 2 મહિનામાં સૌથી વધુ છે. બીજી તરફ એક્ટિવ કેસ પણ વધીને 311 થયા છે અને બે મહિના બાદ ફરીથી 300ને પાર થયા છે. મૃતાંક પણ વધ્યો છે માત્ર બે દિવસમાં વધુ 2 મોત થતા 5 દિવસમાં 6 મોત નોંધાયા છે. ચૂંટણી જાહેર થઈ ત્યારે કોરોનાના કેસ ઘણા કાબૂમાં આવી ગયા હતા અને રોજના 25થી 30 કેસ આવી રહ્યા હતા પણ ચૂંટણીમાં સભાઓ અને રેલીઓમાં બધા પક્ષના નેતાઓ અને કાર્યકરોએ સરખી રીતે જ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોના ધજિયા ઉડાવ્યા હતા. જ્યાં જૂઓ ત્યાં ટોળાં ભેગા કર્યા હતા. આ કારણે કોરોના ફરી વકરશે તેવી તબીબો અને આરોગ્ય તંત્રને બીક હતી.

આ અસર ચૂંટણી પૂરી થયાના 15 દિવસે દેખાશે તેવું પણ નિષ્ણાતોએ કહ્યું હતું અને આખરે તે જ થયું. ચૂંટણી બાદ કેસની સંખ્યા વધી છે. હાલની સ્થિતિએ રાજકોટમાં કોરોનાની સારવાર માટે 2580માંથી 1879 બેડ કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ છે, જ્યારે કુલ કેસનો આંક શહેરમાં 16663 અને ગ્રામ્યમાં 7100 સહિત 23763 સુધી પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...