તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:વૃદ્ધ ચોકીદારનો ઝેરી દવા પી આપઘાત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંતકબીર રોડના નાળાથી આજી ડેમ તરફના રસ્તે સદગુરુ ગૌશાળા નજીક મંગળવારે સવારે ભૂપતભાઇ દલુભાઇ ખુમાણ નામના વૃદ્ધે ઝેરી દવા પી લીધી હતી. બનાવ સ્થળેથી પસાર થતા લોકોએ તુરંત વૃદ્ધને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં વૃદ્ધે બુધવારે સવારે પોણા નવ વાગ્યે દમ તોડી દીધો હતો. તપાસમાં મૃતક વૃદ્ધ રાજ પરિવારના પેલેસમાં કામ કરતા હતા. પુત્રનું સગપણ થતું ન હોવાની ચિંતામાં વૃદ્ધે પગલું ભરી લીધાનું પરિવારજનોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...