તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શર્મશાર કરતો કિસ્સો:રાજકોટના કોવિડ વોર્ડમાં દુષ્કર્મનો ભોગ બનનાર પ્રોઢાનું સારવાર દરમિયાન થયું મોત, મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી હિતેશ ઝાલાની ફાઈલ તસ્વીર - Divya Bhaskar
આરોપી હિતેશ ઝાલાની ફાઈલ તસ્વીર
  • આ કિસ્સાએ રાજકોટને શર્મસાર કર્યુ છે

રાજકોટના સિવિલના કોવિડ વોર્ડમાં દાખલ પ્રૌઢા પર હોસ્પિટલના એટેન્ડન્ટે દુષ્કર્મ આચર્યાની ઘટનાએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. પોલીસે આરોપીની ઓળખ મેળવી લઇ તેની ધરપકડ કરી હતી. જ્યાં આજે સિવિલ કોવિડ હોસ્પિટલમાં વૃદ્ધાનું મૃત્યુ છે. જેથી પોલીસ દ્વારા મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો આજથી 13 દિવસ પહેલા શહેરની કોવિડ હોસ્પિટલમાં પ્રોઢા સાથે હોસ્પિટલમાં જ કામ કરતા અટેન્ડન્ટે બળાત્કાર ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાય હતી. જોકે પોલીસે ભોગ બનનાર મહિલાની પૂછપરછ કરતા અટેન્ડન્ટ પોતે કરેલા પાપની કબૂલાત કરી હતી. હાલ આરોપી પોલીસની કેદ માં છે. ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ બાદ પણ ગુમસુમ રહેતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તેમના મૃત્યુનું કારણ હાલ જાણવા મળ્યું નથી

શરૂઆતના તબક્કે પોલીસને આ ઘટના શંકાસ્પદ લાગતી હતી
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજથી 13 દિવસ પહેલા રાજકોટની કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા એક મહિલાએ તેના પરિવારજનોને ફોન કર્યો હતો. જેમાં તેની સાથે બુઘવારની રાત્રિ દરમિયાન ત્યાં ફરજ પર હાજર અટેન્ડન્ટ દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેના આધારે દર્દીના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. શરૂઆતના તબક્કે પોલીસને આ ઘટના શંકાસ્પદ લાગતી હતી. જોકે જ્યારે પોલીસે ભોગ બનનાર મહિલાનું નિવેદન લીધું ત્યારે આ બનાવ હકીકતમાં બન્યો હોવાનું સામે આવ્યું હતુ. જેના આધારે પોલીસે ત્યાં ફરજ પર હાજર તમામ સ્ટાફની પૂછપરછ કરી હતી. જેમાં હિતેષ ઝાલા નામનો આ જ શખ્સ શંકાના દાયરામાં આવ્યો અને પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી અને પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કઇ રીતે વૃદ્ધાને હવસનો શિકાર બનાવ્યા
પોલીસના કહેવા પ્રમાણે ભોગ બનનાર મહિલાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો. પરંતુ તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેના કારણે તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. દરમિયાન બુધવારની રાત્રે તેઓને માથું દુખતું હોવાથી તેઓ પોતાના બેડ પર બેઠા હતા. ત્યારે જ હિતેષ નામનો શખ્સ તેની પાસે આવ્યો અને કેમ જાગો છો તેવું કહીને તેની મદદ કરવા માટે આગળ આવ્યા છીએ. જોકે ત્યારબાદ અટેન્ડન્ટે લાઇટ બંધ કરીને તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

આ કિસ્સાએ રાજકોટને શર્મસાર કર્યુ છે
જોકે આ કેસમાં કેટલાક શંકાસ્પદ મુદ્દાઓ પણ સામે આવ્યા છે. જેની પોલીસ તપાસ કરી રહી છે. જે રૂમમાં ભોગ બનનાર મહિલા હતા ત્યાં અન્ય ત્રણ દર્દીઓ પણ હતા. ત્યારે આ ઘટના બની તો કોઇને અવાજ કેમ ન આવ્યો. અટેન્ડન્ટની સાથે અન્ય નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓ હાજર હતા ત્યારે તેઓના ધ્યાને આ વાત આવી છે કે કેમ. આવા પ્રશ્નોના જવાબ લેવા માટે પોલીસ તમામની પૂછપરછ કરી રહી છે અને સાંયોગિક પુરાવાઓને આધારે વધુ તપાસ હાથ ધરી રહી છે. આ કિસ્સાએ રાજકોટને શર્મસાર કર્યુ છે, લોકો પોતાના પરિવારજનોને સારવાર માટે અહીં મોકલતા હોય છે અને તેની સાથે આ પ્રકારનું વાતાવરણ કેટલું યોગ્ય તે પણ એક મોટો સવાલ છે, આવા કિસ્સાઓને અટકાવવા પોલીસે તપાસ કરવી એટલી જ જરૂરી છે.