તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:ચાર માસથી ફરાર વૃદ્ધ વ્યાજખોર પોલીસ સકંજામાં

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મનીલેન્ડ એક્ટના ગુનામાં નાસતા ફરતા ધમલપર ગામના વૃદ્ધ વ્યાજખોર રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા બાપુભા જાડેજાને ક્રાઇમ બ્રાંચે પકડી પાડી બી ડિવિઝન પોલીસ હવાલે કર્યા છે. વૃદ્ધ વ્યાજખોરે સામા કાંઠા વિસ્તારમાં બળજબરીથી લખાણ કરાવી તોતિંગ વ્યાજે નાણાં આપ્યા હતા. જે નાણાંની પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હતી.

જે અંગે ચાર મહિના પહેલા બી ડિવિઝન પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જ્યારે સાત વર્ષથી મારામારીના ગુનામાં નાસતા ફરતા કોઠારિયા રોડ, સોમનાથ સોસાયટીના નીતિન ભરત સરવૈયા અને સડક પીપળિયાના નિલેશ જીતુભા વાઘેલા નામના શખ્સોને માલવિયાનગર પોલીસે પકડી પાડ્યા છે. બંને શખ્સ સામે એ ડિવિઝન પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો