તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના વૃદ્ધાની કોરોના સામે જીત:40 ટકા ફેફસાં ડેમેજ; બાયપાસ સર્જરી-ગળાનું ઓપરેશન કરાવ્યું, BP-સુગરની બીમારી છતાં કોરાના સામે જંગ જીતી ગયા

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
તામ્રપર્ણી મહેતા પરિવાર સાથે - Divya Bhaskar
તામ્રપર્ણી મહેતા પરિવાર સાથે
 • હકારાત્મક વિચારસરણીથી વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો

તામ્રપર્ણી મહેતા 83 વર્ષની ઉંમરે કોરોના સામેની જંગ જીતી ગયા છે. તેમને બાયપાસ સર્જરી કરાવી છે, ગોળાનું ઓપરેશન કરાવ્યું છે. બીપી-ડાયાબિટીસની બીમારી ધરાવતા હોવા છતાં તે હકારાત્મક વિચારસરણીથી જંગ જીતી ગયા છે. મહેતા પરિવારમાં કુલ 7 સભ્ય રહે છે. જેમાં 5 સભ્યને પોઝિટિવ આવ્યા હતા.

વૃદ્ધા ઘરના દરેક સભ્યનું ધ્યાન રાખતા હતા
તામ્રપર્ણી બહેનને જ્યારે ખબર પડી ત્યારે 40 ટકા ફેફસાં ડેમેજ થઈ ગયા હતા. તેઓ ખુદ પોઝિટિવ હોવા છતાં પરિવારના બીજા સભ્યોને હિંમત આપતા હતા અને આ રીતે પરિવારની એકબીજાની હૂંફને કારણે ઘરના બધા સભ્યો જંગ જીતી ગયા હતા. તામ્રપર્ણી મહેતાના દીકરી હેમલબેન જણાવે છે કે, તેમના માતા કોરોના પોઝિટિવ ન આવે તે માટે અનેક કાળજી રાખી હતી. આમ છતાં તેમને પરિવારના જ સભ્યોનો ચેપ લાગતા કોરોનાનો ભોગ બન્યા હતા.પોઝિટિવ આવ્યા બાદ તેઓને ક્યારેય એકલા નથી પડવા દીધા.

પ્રભુદાસ વાઢેરની તસવીર
પ્રભુદાસ વાઢેરની તસવીર

અનેક બીમારી છતાં 81 વર્ષના વૃદ્ધે કોરોના પર ફતેહ મેળવી
રાજકોટના 81 વર્ષના વૃદ્ધ પ્રભુદાસભાઈ સોમૈયા કે જે અનેક ગંભીર બીમારી જેવી કે, બી.પી, ડાયાબિટીસ, પ્રોસ્ટેટ, હૃદયની બીમારી સાથે મોતિયાનું ઓપરેશન પણ કરાવેલું, જ્યાં ફરી કોવિડ સંક્રમણ લાગતા પરિવારનો જીવ તાળવે ચોટી ગયો હતો. વૃદ્ધની સારવાર સિવિલમાં કરવામાં આવી હતી, ત્યારબાદ તેઓને સમરસ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ વૃદ્ધ જ્યારે આ તમામ ગંભીર બીમારી પર વિજય મેળવી અને કોરોનાને પણ મહાત આપી ત્યારે તેઓએ એટલું જ કહ્યું હતું કે, મક્કમ મનોબળના પગલે તેઓ ફરી પરત ફર્યા છે.

તમામ બીમારી ભૂલી વૃદ્ધે રૂટિન ચાલુ રાખ્યું
આ પૂર્વે તેઓનું બે વખત હાથનું ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ ઘણા એવા કિસ્સોઓ છે, જેમાં વૃદ્ધો પોતાનો જીવ ગુમાવી દે છે. ત્યારે આ તમામ બીમારીઓને ભૂલી તેઓ પોતાનું નિયમિત કાર્ય કરી રહ્યા છે અને તેઓ તેમના શ્વાન અને તેમના પૌત્ર સાથે પૂરતો સમય પણ વિતાવે છે. તેઓએ જણાવ્યું હતું કે, તેમની સારવાર સિવિલ હોસ્પિટલમાં ખૂબ સારી રીતે કરવામાં આવી હતી. લોકો જ્યારે સિવિલમાં જતા ડરે છે, ત્યારે પ્રભુદાસભાઈ કહે છે કે, સિવિલમાં ખૂબ જ સારી રીતે સારવારની સાથે ભોજન પણ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો