તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગોંડલ એસટી ડેપોમાં બસે વૃદ્ધાને કચડ્યા, તોતિંગ વ્હિલ માથા પરથી ફરી વળ્યું, ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

ગોંડલ11 દિવસ પહેલા
વૃદ્ધાનું માથુ છૂંદાઇ ગયું.
  • કમરકોટડા-ગોંડલ-રાજકોટ રૂટની લોકલ બસ ગેઇટની બહાર નીકળી રહી હતી

ગોંડલના એસટી ડેપોમાં બસનું તોતિંગ વ્હિલ અજાણ્યા વૃદ્ધા ઉપર ફરી વળતા ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ગોંડલ એસટી ડેપોના ગેઇટમાંથી બહાર નીકળી રહેલી કમરકોટડા-ગોંડલ-રાજકોટ રૂટની લોકલ બસ GJ 18Z 3930 સાથે ડ્રાયવર મહેન્દ્રસિંહ પરમાર પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક આશરે 70 વર્ષના વૃદ્ધાને અડફેટે ચડી જતા મહિલાના માથા ઉપર બસનું વ્હિલ ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા
બનાવને પગલે શહેર પોલીસે ઘટનાસ્થળે દોડી આવી અજાણ્યા વૃદ્ધાની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે. મહિલાના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. વૃદ્ધાના મોતથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જોકે પોલીસ આવતા જ લોકોનું ટોળું વીખેરાયું હતું.

વૃદ્ધાને કચડી નાખ્યા.
વૃદ્ધાને કચડી નાખ્યા.

ધોરાજીમાં અકસ્માતમાં 3 યુવાનના મોત થયા હતા
બે મહિના પહેલા ધોરાજી ખાતે રહેતા મુસ્લિમ પરીવારનાં ઘરે લગ્ન પ્રસંગ હોય અને જૂનાગઢ જિલ્લાના વંથલી ગામના મુસ્લિમ યુવાનો મુસ્તાકમીયા ઈબ્રાહીમમીયા સઈદ, હેજલભાઈ બસીરભાઈ રંગોનીયા અને સોહીલ મહમદ હનીફ મયરી સૈઈદ ધોરાજી લગ્ન પ્રસંગમાં આવ્યા હતા. લગ્ન પતાવી રાત્રે 11-30 કલાકે ધોરાજીના જૂનાગઢ રોડ પર લવલી વે બ્રીજ પાસે બે બાઈકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા. આ ઉપરાંત અન્ય બાઈક સવાર મહમદશા અબ્દૂલ રજાકશા પોતાનું બાઈક લઈને નોકરીના કામે કારખાને જતા હતા. તેને પણ ટ્રક ચાલકે અડફેટે લેતાં ગુપ્તભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા.
ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા.

રાજકોટમાં એસટી બસની અડફેટે વૃદ્ધનું મોત
રાજકોટના કિશાનપરા ચોકમાં નવજીવન સોસાયટીમાં રહેતા હમીરભાઇ ઇબ્રાહીમભાઇ કોચલીયા (ઉ.વ.70) નામના વૃદ્ધ તા.6/04ના રોજ પોતાનું બાઇક લઇ જામનગર રોડ રૂડા બિલ્ડીંગ પાસેથીસ પસાર થતા હતા ત્યારે રૂડા બિલ્ડીંગ નજીક GJ-18-Z-5567 નંબરના એસટી બસના ચાલકે હડફેટે લેતા હમીરભાઇ ફંગોળાયા હતા. તેમને શરીરે અને માથે ઇજા થતા તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં હતા. હમીરભાઇની હાલત ગંભીર જણાતા તેઓનું ગત રાત્રિના મોત નીપજ્યું હતું. હમીરભાઇ નિવૃત એએસઆઇ હતા તેમને સંતાનમાં ત્રણ પુત્રો પોતે ત્રણભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતા.