વેક્સિનેશન:રાજકોટમાં વેક્સિનેશન માટે વડીલોનો યુવાનો જેવો ઉત્સાહ, આજે બપોરે 1 વાગ્યા સુધીમાં શહેરમાં 2718 નાગરિકોએ રસી લીધી

રાજકોટ7 મહિનો પહેલા
  • વેક્સિનની કોઈ આડઅસરના કિસ્સા હજુ સુધી નોંધાયા નથી

રાજકોટમાં હાલ કોરોના વેક્સિનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં સિનિયર સિટીઝનો હોંશે હોંશે કોરોના વેક્સિન મૂકાવી રહ્યાં છે. યુવાનોને પાછળ રાખે તે પ્રકારે સિનિયર સિટીઝનો રસી મૂકાવા માટે ઉમટી રહ્યાં છે. રાજકોટ શહેરમાં 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલમાં એમ કુલ 38 હોસ્પિટલોમાં વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં પ્રથમ તબક્કામાં 202, પ્રથમ તબક્કાના બીજા ડોઝમાં 294, 60 વર્ષથી મોટી ઉંમરના 1909 અને 45થી 59 વર્ષના કોમોર્બીડીટી ધરાવતા 313 લોકો સહિત કુલ 2718 લોકોએ વેક્સિન લીધી છે.

વેક્સિનની કોઈ આડઅસરના કિસ્સા હજુ સુધી નોંધાયા નથી
સિવિલ હોસ્પલિટલના તબીબ ડો.પંકજ બુચે જણાવ્યું હતું કે, આ વેક્સિનની કોઈ આડઅસરના કિસ્સા હજુ સુધી નોંધાયા નથી. પરંતુ બાળકોને જેમ વિવિધ રસી અપાય ત્યારે સામાન્ય તાવ, માથુ દુખવા જેવા લક્ષણો હોય છે તે દરેક પ્રકારની રસી મુકાવીએ ત્યારે થતા હોય છે. કોઈ પણ વ્યક્તિને કોરોના થયો હોય તેમને શરીરમાં એન્ટીબોડી આવી જતું હોય છે.

રાજકોટ મનપામાં 55,670 કોવિશીલ્ડ વેક્સિન ઇસ્યુ કરવામાં આવી છે
રાજકોટમાં હાલ રિજિયોનલ વેક્સિન સેન્ટર ખાતે કોવિશીલ્ડના 73 હજાર અને કોવેક્સિનના 2,680 ડોઝ ઉપલબ્ધ છે. રાજકોટ શહેર તેમજ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ કોર્પોરેશન માટે 55,670 કોવિશીલ્ડ વેક્સિન ઇસ્યુ કરવામાં આવી છે.તેમ વિભાગીય નાયબ નિયામક રૂપાલીબેન મહેતાએ જણાવ્યું છે.