સવિતા v/s સવિતા:રાજકોટમાં બેડલા સીટ પર છ નો આંકડો ભાજપ માટે શુકનવંતો બન્યો, ભાજપના ઉમેદવાર સવિતાબેન માત્ર છ મતે વિજયી થયા, કૉંગ્રેસના સવિતાબેન પરાજિત થયા

7 મહિનો પહેલા
  • મનપાની ચૂંટણીમાં ભાજપના રૂચિતા જોશી 11 મતથી જ જીત્યા હતા
  • ગીર સોમનાથમાં પણ ભાજપનો એક મતથી વિજય

સૌરાષ્ટ્રની સૌથી મોટી ચૂંટણી હાલ રાજકોટ ખાતે ચાલી રહી છે જ્યાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ તથા ભાજપના ઉમેદવારો હાર-જીતનો જંગ લડી રહ્યા છે ત્યારે રાજકોટમાં બેડલા સીટ પર છ નો આંકડો ભાજપ માટે શુકનવંતો બન્યો છે. ભાજપના ઉમેદવાર સવિતાબેન ગોહિલનો માત્ર છ મતે વિજય થયો છે ત્યારે એ જ બેઠક પર કૉંગ્રેસના સવિતાબેન પરાજિત થયા હતા. આ અનોખા સંયોગથી કાર્યકરોમાં ઉતસાહનો માહોલ છવાયો હતો.

મનપાની ચૂંટણીમાં ભાજપના રૂચિતા જોશી 11 મતથી જ જીત્યા હતા
આવો જ એક સંયોગ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સર્જાયો હતો જ્યાં ભાજપના વોર્ડનં.16ના ભાજપના મહિલા ઉમેદવાર રૂચિતા જોશી વોર્ડ નં.16માં ચૂંટણી લડ્યા હતા. તેઓ ચૂંટણીમાં માત્ર 11 મતે જીત્યા છે. તેઓના મકાનનો નંબર પણ 111 છે. એ જીત્યા એ દિવસે પણ અગિયાસર હતી અને EVMમાં ક્રમાંક નંબર 11 હતો. આથી અનોખો સંયોગ જોવા મળ્યો હતો.

વોર્ડ નં.16માં ભાજપને આખેઆખી પેનલ વિજેતા બની છે.
વોર્ડ નં.16માં ભાજપને આખેઆખી પેનલ વિજેતા બની છે.

ગીર સોમનાથમાં પણ ભાજપનો એક મતથી વિજય
એક તરફ ચારેકોર ભાજપની જીત થઇ રહી છે ત્યારે ગીર સોમનાથનાં સુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવાર રામભાઇ વાઢેરનો માત્ર એક જ મતે વિજય થયો છે. જેનાથી ભાજપનાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો છે. આ ખુશીમાં કાર્યકર્તાઓ કોવિડ ગાઇડલાઈન્સનો ઉલાળિયો કરી કોરોનાને આમંત્રણ આપતા નજરે પડ્યા હતા.

કાર્યકર્તાઓ કોરોનાને આમંત્રણ આપતા નજરે પડ્યા હતા.
કાર્યકર્તાઓ કોરોનાને આમંત્રણ આપતા નજરે પડ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...