ધરપકડ:ભાજપ કાર્યકરના ક્વાર્ટરમાં જુગાર રમતા આઠ ઝડપાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ક્રિકેટ સટ્ટો અને લૂડો પર જુગાર રમતા બે ઝબ્બે

શહેરના આવાસમાં ગુનાહિત પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે. ત્યારે પોલીસે વામ્બે આવાસમાં ભાજપના જ કાર્યકર વિજયપરી ભીખુપરી ગોસ્વામીએ તેના ક્વાર્ટરમાં જુગાર ક્લબ ચાલુ કરી હોવાની માહિતીના આધારે પોલીસે દરોડો પાડી ભાજપ કાર્યકર, બે મહિલા સહિત આઠ જુગારીઓને પકડી પાડ્યા છે. દરોડામાં ભાજપ કાર્યકર વિજયપરી ઉપરાંત અસ્મા સલીમ સૈયદ, ઇલા દીપક કાપડી, આશિષ ભીખુ રાઠોડ, આફતાબ હુશેનઅલી કાદરી, જિતેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાણા, સલીમ નજરમિયા સૈયદ, રણજિતસિંહ દેશળજી ગોહિલને પકડી પટમાંથી રૂ.26,370ની રોકડ કબજે કરી છે.

જુગાર રમતા પકડાયેલો મેટોડાનો જિતેન્દ્રસિંહ રાણા અગાઉ અનેક ગુનામાં પકડાઇ ચૂક્યાનું પોલીસ સૂત્રએ જણાવ્યું છે. અન્ય એક જુગારના દરોડામાં મવડી રોડ, ઉદયનગર-1માં જાહેરમાં જુગાર રમતા જયરાજસિંહ દિલુભા ઝાલા, સની વેરસી પરમાર, હનુમાન ઉર્ફે પપ્પુ બુધઇ ગુપ્તા, ધવલ દિલીપ વાઘેલા, રમેશ ગણેશ પરમાર, બળવંત શંકર કુંજેરાને રોકડા રૂ.14,250 સાથે પકડી પાડ્યા હતા.

જ્યારે કરણપરામાંથી શ્રીલંકા પ્રીમિયમ ક્રિકેટ ટી20 લીગ ટૂર્નામેન્ટ પર મોબાઇલમાં સટ્ટો રમાડતો આનંદ ભરત કારિયાને પકડી રોકડા રૂ.4 હજાર, મોબાઇલ મળી 14 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે કોઠારિયા રોડ, સુતા હનુમાન મંદિર નજીક રામેશ્વર ચોકમાં મોબાઇલમાં ઓનલાઇન લૂડો પર જુગાર રમતા લક્ષ્મીવાડી-9ના પાર્થ રજની જોબનપુત્રાને રોકડા રૂ.1100, મોબાઇલ મળી રૂ.11,100ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...