તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદુની આવક:ઠંડીની અસર: યાર્ડમાં ત્રણ લાખ કિલો આદુની આવક

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • છેલ્લા 10 દિવસથી આંતરરાજ્યમાંથી આવક વધી, એક મણનો ભાવ રૂપિયા 320થી લઈને 420 સુધી

કોરોનામાં ઘરે ઘરે આદુનો વપરાશ વધ્યો છે. તેની સાથે સાથે આદુની ડિમાન્ડ નીકળી છે. રાજકોટ જૂના યાર્ડ શાકભાજી વિભાગમાં 3 લાખ કિલો આદુની આવક થઈ છે. આ આવક છેલ્લા 10 દિવસની છે. ઠંડીનું જોર વધવાને કારણે છેલ્લા 10 દિવસમાં આદુની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં આદુનું વાવેતર ન હોઈ તેની આંતરરાજ્ય આવક પર રાજકોટને નિર્ભર રહેવું પડે છે.

બુધવારે આદુની આવક 300 ક્વિન્ટલ થઈ હતી અને એક મણનો ભાવ રૂપિયા 320 થી 420 હરાજીમાં બોલાયો હતો. શાકભાજી વિભાગના ઇન્સ્પેક્ટર કનુભાઈ ચાવડાના જણાવ્યાનુસાર રાજકોટને આદુ પર બીજા રાજ્ય પર નિર્ભર રહેવું પડતું હોવાથી વેપારીઓ કોઈ જાતનું રિસ્ક લેવા માગતા નથી. જે મુજબ ડિમાન્ડ હોઈ એ મુજબ ઓર્ડર દઈને આદું મગાવવામાં આવે છે.હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઔરંગાબાદ અને બેંગ્લોરથી આદુની આવક થઈ રહી છે. યાર્ડમાંથી આદુની ખરીદી હોટેલ, રેસ્ટોરન્ટ તરફથી થઈ રહી છે. જોકે હાલ આવક પૂરતા પ્રમાણમાં હોય ભાવ કાબૂમાં છે. જેને કારણે ગૃહિણીઓમાં પણ રાહત જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો