તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Educationist In Rajkot Said About The Result Of Std 12 Science The Subject Is Sold In 3 Parts, The Government Should Clarify How To Put A Mark In This.

વિસંગતતા:રાજકોટમાં શિક્ષણવિદે કહ્યું- ધો.12 સાયન્સના પરિણામ વિશે વિગતવાર અને GUJCET-JEEની પરીક્ષા લેવાશે કે કેમ તે અંગે સરકાર સ્પષ્ટતા કરે

રાજકોટ3 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • 8 મહાનગરોમાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવાય નથી તો પ્રેક્ટિકલ પરીક્ષાના માર્ક કેવી રીતે આપવા તેની પણ સ્પષ્ટતા નથી
  • ગુજકેટ અને JEEની પરીક્ષા લેવાશે કે કેમ અથવા લેવાશે તો ક્યારે તેની સ્પષ્ટતા કરી નિર્ણય જાહેર કરવામાં આવે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન બાદ ફાઇનલ માર્ક શીટ આપવાની ફોર્મ્યુલા જાહેર કરી દેવામાં આવી છે. જોકે આ ફોર્મ્યુલા અનુસાર ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની માર્ક શીટ તૈયાર કરવામાં કેટલીક વિસંગતા જણાય રહી છે. જેની વિષયવાર વિગતવાર સ્પષ્ટતા માટે શાળા સંચાલકો રાહ જોઇ રહ્યા છે. આ અંગે રાજકોટમાં શિક્ષણવિદ વિપુલ પાનેલીયાએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ધો.12 સાયન્સમાં 3 ભાગમાં વિષયની વહેચણી થાય છે, આમાં માર્ક કંઈ રીતે મુકવા તે અંગે વિસંગતતા છે. સરકારે આ અંગે વિગતવાર સ્પષ્ટતા કરવી જોઇએ.ઉલ્લેખનીય છે કે સંચાલકો સરકાર દ્વારા આ અંગે યોગ્ય સ્પષ્ટતા કરાશે તેવી આશા રાખી રહ્યા છે. આ સાથે સરકાર પાસે સંચાલકોની માંગ છે કે, ગુજકેટ અને JEEની પરીક્ષા લેવાશે કે કેમ અથવા લેવાશે તો ક્યારે તેની સ્પષ્ટતા કરી નિર્ણય જાહેર કરવામાં આવે તે જરૂરી છે.

વિજ્ઞાન પ્રવાહની માર્ક શીટ તૈયાર કરવામાં વિસંગતતા છે
CBSE બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 12માં પણ માસ પ્રમોશન બાદ માર્ક શીટની ફોર્મ્યુલા જાહેર કરી છે. ત્યારે રાજકોટની SOS સ્કૂલના સંચાલક વિપુલ પાનેલીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલો નિર્ણય આવકારદાયક છે. CBSE બોર્ડ દ્વારા ધોરણ 10ના 40 માર્ક લેવામાં આવ્યા છે જ્યારે કે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ના 50 માર્ક લેવા નિર્ણય કર્યો છે. જેનાથી કોઇ પણ વિદ્યાર્થીઓને અન્યાય થશે નહીં. પરંતુ આ સાથે ફોર્મ્યુલા મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ક શીટ તૈયાર કરવા વિસંગતતા છે જે દૂર કરવી જરૂરી છે. આ માટે સરકાર આવતા દિવસોમાં વિષય અને વિગતવાર સ્પષ્ટતા કરે તેવી સંચાલકોને આશા છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

સરકાર સ્પષ્ટતા કરે તેવી માંગ કરવામાં આવી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 10માં વિજ્ઞાન વિષય એક હોય છે જ્યારે કે ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આમ 3 ભાગમાં વિષયની વેચણી થઇ જતી હોય છે તો માર્ક કેવી રીતે આપવા તેની જાહેરાત જરૂરી છે અને જે 8 મહાનગરોમાં પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં નથી આવી તો તે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષા માર્ક કેવી રીતે આપવા તેની પણ સ્પષ્ટતા સરકાર કરે તેવી માંગ કરવામાં આવી છે.

ગુજકેટ અને JEEની પરીક્ષા લેવામાં આવશે કે કેમ
ધોરણ 12 સાયન્સ પછી કોલેજમાં એડમિશન લેવા માટે ગુજકેટ, JEE અને NEETની પરીક્ષા લેવામાં આવતી હોય જેમાં NEETની પરીક્ષા લેવામાં આવશે તેવી સરકારે જાહેરાત કરી છે. પરંતુ ગુજકેટ અને JEE પરીક્ષા લેવામાં આવશે કે કેમ તે સવાલ વાલીઓ, વિદ્યાર્થીઓ અને સંચાલકોનાં મનમાં સતાવી રહ્યો છે. તેની જાહેરાત વહેલી તકે સરકાર દ્વારા કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે કારણ કે, ગુજકેટના માર્કના આધારે મેરિટ તૈયાર કરી વિદ્યાર્થીઓને આગળ કોલેજમાં એડમિશન આપવામાં આવે છે. ગુજરાત બોર્ડના 300માંથી 60% અને ગુજકેટના 120માંથી 40% ગણતરી કરી મેરીટ તૈયાર કરી બાદમાં કોલેજની અંદર પ્રવેશ આપવામાં આવતો હોય છે. આથી આ નિર્ણયની જાહેરાત પણ વહેલી તકે સરકાર કરે તે જરૂરી છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

કોલેજમાં પ્રવેશનો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન
ઉલ્લેખનિય છે કે હાલમાં એન્જિનિયરિંગ કોલેજોમાં GTUને બાદ કરી વધતી કોલેજ હસ્તકની સીટમાં એડમિશન પ્રક્રિયા કરી દેવામાં આવતી હોવાની માહિતી સામે આવી રહી છે. પરંતુ જે વાલીઓને આ અંગે માહિતી નથી અથવા તો ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ હોય છે તેમને માટે કોલેજમાં પ્રવેશનો પ્રશ્ન સૌથી મોટો પ્રાણ પ્રશ્ન માનવામાં આવી રહ્યો છે.