તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:બેન્કોમાં એજ્યુકેશન લોન ઘટાડી MSMEમાં વધુ અપાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેન્કિંગ સેક્ટરને પણ પોતાના પ્લાનિંગમાં ફેરફાર કરવા પડી રહ્યા છે, નવા ટાર્ગેટ સેટ કર્યા

કોરોનાને કારણે લોકોની બચતથી લઈને બજેટ વગેરેમાં અસર પડી છે, તો કોરોનાથી બેન્કિંગ સેક્ટરને પણ પોતાના પ્લાનિંગમાં ફેરફાર કરવા પડી રહ્યા છે. હજુ વિદેશમાં અભ્યાસ શરૂ થયા નથી. ઓનલાઈન અભ્યાસ ચાલુ છે. એટલે એજ્યુકેશન લોન માટે બેન્કને જે વાર્ષિક ટાર્ગેટ આપવામાં આવતો હોય છે તેનું પ્રમાણ ઘટાડવામાં આવ્યું છે.બેન્કોને આપવામાં આવેલા ટાર્ગેટમાં સૌથી ઓછો ટાર્ગેટ એજ્યુકેશન લોન માટે આપવામાં આવ્યો છે. જેની રકમ માત્ર રૂ.75 કરોડ જ છે.

જ્યારે સૌથી વધુ લોનની ફાળવણી એમ.એસ.એમ.ઈ. સેક્ટર માટે થશે. એમ.એસ.એમ.ઈ. સેક્ટર માટે બેન્કોને રૂ.6272 કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.જે નાણાકીય વર્ષ 2020-2021 કરતા રૂ.1731.23 કરોડ ઓછો ગણી શકાય. તાજેતરમાં બેન્ક ઓફિસરની એક બેઠક મળી હતી.જેમાં આ ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં એક વર્ષમાં એન.આર.આઈ.ફંડની રકમ રૂ. 6093 કરોડે પહોંચી
રાજકોટથી અનેક લોકો અભ્યાસ, નોકરી,વ્યવસાય અર્થે વિદેશમાં જઇને સ્થાયી થયા છે. આમ છતાં તેઓની નાણાકીય લેવડ-દેવડ ચાલુ હોય છે. કોરોનાના એક વર્ષ બાદ એટલે કે નાણાકીય વર્ષ 2020-2021 માં રાજકોટ જિલ્લામાં એન.આર.આઈ. ફંડની રકમ રૂ. 6093 કરોડે પહોંચી છે.

કોરોનાની બીજી લહેરમાં વિદેશથી મેડિકલ સહાયથી લઇને ઓક્સિજન કોન્સ્ટ્રેટર સહિત વગેરે માટે સહાય પણ આવી છે. વિદેશમાં ગયેલા યુવાનો પોતાના પરિવારને મદદરૂપ થવા રૂપિયા મોકલી રહ્યા છે. જેથી ગત વર્ષ કરતા આ વર્ષે રકમ વધુ આવી છે.

કોવિડની સારવાર માટે લોન લેનારા અરજદારો વધ્યા
સામાન્ય રીતે બેન્કમાં હોમલોનથી લઈને લક્ઝુરિયસ કાર માટે લોન લેવા અરજદારો આવતા હોય છે, પરંતુ બીજી લહેર બાદ આ ચિત્ર બદલાયું છે. કોરોનાની બીજી લહેરમાં એક પરિવારમાં એક કરતા વધુ લોકો સંક્રમિત થયા. ધંધા- રોજગાર બંધ થવાને કારણે આવક ઘટી. કોરોનામાં થયેલા ખર્ચની ભરપાઈ કરવા માટે બેન્કોમાં કોવિડ સારવાર માટે લોન લેનાર અરજદારની સંખ્યા વધી છે.

લોકો વાર્ષિક 8.50 ટકાના વ્યાજદર ચૂકવીને પણ આ પ્રકારની લોન લઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં અનેક પરિવારોના સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. જેના પગલે લોકોએ હોસ્પિટલનો સહારો લીધો હતો. ખાનગી હોસ્પિટલનું બીલ ચૂકવવા લોન લેવાની ફરજ પડી હતી.

ડિજિટલ બેન્કિંગનું પ્રમાણ વધ્યું
કોરોના બાદ શિક્ષિત લોકો, યુવાનો વગેરે બેન્કમાં નાણાકીય લેવડ-દેવડ માટે ઓછા આવી રહ્યા છે. કેશ વિડ્રોલથી લઈને ડિપોઝિટ કરવી કે અન્ય કોઈના ખાતામાં નાણાં ટ્રાન્સફર વગેરે ઓનલાઇન થવાથી ડિજિટલ બેન્કિંગનું પ્રમાણ પહેલા કરતા વધ્યું છે. આ સિવાય જે લોકો બેન્કે જાય છે તેને બેન્ક અધિકારીઓ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સમજ આપી ડિજિટલ બેન્કિંગ તરફ વળવા માટે સમજાવી રહ્યા છે.

સેક્ટર વાઈઝ લોન માટે અપાયેલા ટાર્ગેટ

સેક્ટર2021-22નો ટાર્ગેટ2020-21 નો ટાર્ગેટ
એગ્રિકલ્ચર28805,435
એમ.એસ.એમ.ઇ.62728,103
એજ્યુકેશન લોન7553
હોમલોન15501,069
(નોંધ- આંકડા કરોડમાં છે- લીડ બેન્કમાંથી મળેલી માહિતી મુજબ)
અન્ય સમાચારો પણ છે...