રાહત:ખાદ્યતેલમાં નરમ વલણ, મુખ્ય તેલમાં રૂ.20 સુધી ઘટ્યા, સિંગ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કપાસની નવી આવક શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ વેપારીઓએ સંગ્રહ કરેલો જૂનો માલ વેચવા કાઢતા બજારમાં પૂરતો સ્ટોક થઇ રહ્યો છે. સામે ડિમાન્ડ નથી. જેને કારણે ખાદ્યતેલમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. 10 દિવસમાં રૂ. 130નો ઘટાડો આવ્યા બાદ સોમવારે પણ નરમ વલણ જોવા મળ્યું હતું. સોમવારે સિંગતેલ, કપાસિયા અને સાઈડ તેલમાં રૂ.10 થી લઇને રૂ.20 સુધીનો ભાવ ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે સિંગતેલ લૂઝનો ભાવ રૂ.1400-1425 નો બોલાયો હતો.જ્યારે ડબ્બાનો ભાવ રૂ.2440 નો થયો હતો. જાણકારોના કહેવા મુજબ હજુ સિંગતેલમાં ઘટાડો આવવાની સંભાવના છે, તો કપાસિયા તેલનો ભાવ રૂ.20 ઘટતા તેનો ભાવ રૂ.2340 નો થયો છે.

પામોલીન તેલ રૂ.1960 થયું હતું. તેમજ સાઇડ તેલમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. કપાસમાં ધીમે- ધીમે આવક વધી રહી છે. સોમવારે કપાસની આવક રૂ.3800 ક્વિન્ટલની થઈ હતી એક મણનો ભાવ રૂ. 900થી 1548 સુધીનો બોલાયો હતો. જ્યારે મગફળી જાડી અને ઝીણી મળીને કુલ 2700 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. તેનો ભાવ અનુક્રમે 820 થી લઇને 1150 સુધીનો બોલાયો હતો. હજુ ધીમે ધીમે કપાસની આવક થઈ રહી છે. દશેરા- દિવાળી બાદ કપાસની આવક વધશે તેવી સંભાવના છે.ઉલ્લેખનીય છે કે, સાતમ-આઠમના તહેવારમાં તેલના ભાવ વધ્યા બાદ સતત ભાવ વધારો થતો હતો પરંતુ હવે ખરીદી ઓછી થતાં ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...