તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
17 મે પછી વેપાર શરૂ કરવાની મંજૂરી નહીં મળે તો અમારે ઉછીના પૈસા લેવા નીકળવું પડશે. અત્યારે તો કર્મચારીઓને બેઠા બેઠા પગાર આપીએ છીએ પણ ડર એ વાતનો છે કે, જ્યારે લોકડાઉન ખૂલશે ત્યાં સુધી કર્મચારીઓ આળસુ થઈ જશે. વેપાર ઉદ્યોગ બંધ રહેવાથી પડતી મુશ્કેલી અંગે રાજકોટના વેપારીઓએ પોતાની વ્યથા દિવ્ય ભાસ્કર સમક્ષ વ્યક્ત કરી હતી. લોકડાઉન ખૂલી જાય પછી નાણાં બજારમાં છૂટા થાય તે માટે વેપારીઓ અત્યારથી આયોજન કરી રહ્યા છે. જેમાં મોટા વેપારીઓને એવી અપીલ કરવામાં આવે છે કે, તેઓ બને તેટલા જલ્દી પૈસા ચૂકવી દે અને નાના વેપારીઓને સાંત્વના આપવામાં આવે છે કે, જેવા પૈસા આવશે તુરંત જ તેમને ચૂકવી દેશે. આ સમયમાં એકબીજાને સાથ સહકાર આપવો જરૂરી છે. રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, સર લાખાજીરાજ રોડ, ઘી કાંટા રોડ, સોનીબજાર,પેલેસ રોડ એ ખરીદી માટેનું હબ કહેવાય છે. લગ્ન સિઝન, તહેવારના દિવસોમાં અહીંનો વેપાર રૂપિયા એક કરોડથી વધી જાય છે. લોકડાઉનને કારણે લગ્ન કરવાની મંજૂરી મળી નથી. જેને કારણે જેમને ઓર્ડર મળ્યા હતા તેના કેન્સલ થયા છે. ગુંદાવાડી માર્કેટ વેપારી એસો.ના પ્રમુખ પંકજભાઈ બાટવિયા જણાવે છે કે, અત્યાર સુધી માર્કેટ બંધ રહ્યું હોય તેવું પહેલીવાર બન્યું છે. નાના મોટા મળીને 200 થી વધુ વેપારીઓ પોતાની દુકાન ધરાવે છે. અત્યારે તો કર્મચારીઓને બેઠા બેઠા પગાર આપી દઈએ છીએ પણ જ્યારે લોકડાઉન ખૂલશે ત્યારે કર્મચારીઓ કામ કરવામાં આળસુ ન થઇ જાય. કોરોના તો દિવાળી સુધી ચાલશે તો ત્યાં સુધી ધંધો બંધ રાખી શકાય એમ નથી. જેમ્સ એન્ડ જ્વેલરી એસો.ના પ્રમુખ દિવ્યેશભાઈ પાટડિયા જણાવે છે કે, લોકડાઉન જાહેર થયું ત્યારના સોનાના ભાવ અને અત્યારના ભાવમાં મોટા ફેરફાર છે. ખરીદી સમયે અડધી રકમ ચૂકવી છે અને અડધી બાકી છે તેની રકમ એડજેસ્ટ થઈ જાય તે માટે વેપારી અને ગ્રાહકો વચ્ચે અંડર સ્ટેન્ડિંગ વધારવું પડશે. કારણ કે, વેપારી કે ગ્રાહક બંનેમાંથી કોઈ નુકસાન સહન કરવા તૈયાર થશે નહીં. વેપારી, કર્મચારીની માનસિક પરિસ્થિતિ બગડતી જાય છે. ત્યારે તેમાંથી બહાર નીકળવા માટે હવે વેપાર ધંધો શરૂ કરવો એક માત્ર વિકલ્પ છે.જ્યારે જંક્શન પ્લોટ ગાયકવાડી પ્લોટ વેપારી એસો.ના પ્રમુખ જયકિશનભાઇ આહુજા જણાવે છે કે, અત્યારે લોકડાઉન છે છતાં પણ લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે.
જૂના વેપારીઓ, ઉદ્યોગપતિને રાહત નહીં મળે તો તેનું મનોબળ તૂટી જશે: સોમા
લોકડાઉનને કારણે આટલા સમય સુધી રાજ્યના વેપાર ઉદ્યોગ બંધ રહ્યા પણ કેન્દ્ર કે રાજ્ય સરકારે કોઈ રાહત પેકેજ જાહેર કર્યા નથી. જેથી વેપારીઓને પડ્યા પર પાટું લાગશે. યુપી સરકારે મજૂર કાયદાને લઈને થોડી ઘણી રાહત આપી છે. જો રાજ્યના જૂના વેપારીઓને રાહત નહીં મળે તો વેપારીઓનું મનોબળ તૂટી જશે. તેમ સોમાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો છે.સોમાના પ્રમુખ સમીર શાહે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, નવા સાહસિકો રાજ્યમાં આવે તે માટે જે યોજના જાહેર કરવામાં આવી છે તેનાથી નવા નવા ઉદ્યોગો આવશે .યોજના મુજબ માત્ર નવા સાહસિકોને જ લેબર લો માંથી મુક્તિ મળશે, પણ જૂના ઉદ્યોગોને કોઈ રાહત નહીં મળે. પહેલેથી જ આવા એકમો પર સંકટ તોળાઈ રહ્યું છે. જો તેમની જરૂરિયાત પૂરી નહીં કરવામાં આવે તો તેમને પડ્યા પર પાટું લાગશે.
વેપારીઓ આ પ્રશ્નોને લઇને મૂંઝાઈ રહ્યા છે
લોકડાઉન 3.0 આવવાથી વેપારીઓને નાણાંભીડ સહન કરવી પડે છે, નાણાંભીડમાં વેપાર કરવો મુશ્કેલ છે.
વેપાર ક્યારે શરૂ થશે, કેટલો સમય આપશે તેના દિવસ રાત વિચાર આવે છે.
એક-બે વિસ્તારને કારણે આખા રાજકોટમાં વેપાર બંધ રાખવાથી બધાને નુકસાન સહન કરવાની નોબત આવી રહી છે.
શ્રમિકો પોતાના વતન ચાલ્યા ગયા છે તો જ્યારે વેપાર શરૂ કરવામાં આવશે તો બધું કામ એકલા હાથે કરવું પડશે
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.