• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • East Banavi Attacks Two Cousins Who Went To Weave Wood In Upleta, 'Why Did I Get Divorced? Having Said Blood, Filing A Complaint

ક્રાઇમ:ઉપલેટામાં લાકડા વીણવા ગયેલા બે પિતરાઈ ભાઈઓ પર પૂર્વ બનેવીનો હુમલો, 'મારા છુટાછેડા કેમ કરાવ્યા? કહી લોહીલુહાણ કર્યા, ફરિયાદ દાખલ

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • બંનેને હાથ અને પગના ભાગે છરીના ઘા વાગતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા છે

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં લાકડા વીણવા ગયેલા બે પિતરાઈ ભાઈઓ પર પૂર્વ બનેવીએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જ્યાં પૂર્વ બનેવીએ લાકડા વીણતાં પિતરાઈ ભાઈઓને 'મારા છુટાછેડા કેમ કરાવ્યા? કહી છરીના ઘા ઝીંકી લોહી લુહાણા કર્યા હતા. બંનેને હાથે પગે છરીના ઘા વાગતા હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા છે. આ અંગે ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મૂળ બોટાદના રાણપુરમાં રહેતા અજયભાઇ રાજુભાઇ વાઘેલાઉ.વ.22)એ ઉપલેટા પોલીસ મથકમાં પોતાના પૂવર બનેવી નારણ ધુળાભાઈ સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

છુટક મજુરીકામ કરી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું
અજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પરીવાર સાથે રહું છું અને છુટક મજુરીકામ કરી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું અમો બે ભાઇઓ છીએ.ગઇ તા.13/11ના રોજ બપોરના સમયે હું મારા ગામ રાણપુર થી જુનાગઢ અમારા માતાજીના મઢે દર્શન કરવા ગયેલ અને ત્યાથી ઉપલેટા મારા દાદી મણીબેન ગંગારામ વાઘેલા જે ઉપલેટા છુટક મજુરી કામ કરવા માટે આવેલ હોય અને ઉપલેટામાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ ધર્મશાળામા રોકાયેલ હોય તેની પાસે આવેલ હતો અને હું ત્યાં બે દીવસથી રોકાયેલ હતો.

નારણ છરી લઇને ત્યાં આવ્યો
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના હું મારા ફઇનો દીકરો ભગવાનજીભાઇ દેવાભાઇ રાઠોડ તથા મારા દાદી મણીબેન ગંગારામ વાઘેલા તથા અન્ય ઘરના સભ્યો એમ અમો બધા અમારા ગામ રાણપુર જવા માટે સામાન બાંધતા હતા તે વખતે હું તથા મારા ફઇનો દીકરો ભગવાનજીભાઇ એમ અમો બંને જણા ઉપલેટા ધર્મશાળાની પાછળ આવેલ બાવળની કાંટમા લાકડા વીણવા માટે ગયેલ તે વખતે અગાઉ મારી ફઇના દીકરા ભગવાનજીભાઇ રાઠોડની બહેનના લગ્ન જેની સાથે થયેલ અને છુટાછેડા થઇ ગયેલ તે પુર્વ પતિ નારણભાઇ ધુળાભાઇ સોલંકી (રહે.ઉપલેટા) પોતાના હાથમા છરી લઇને ત્યાં આવેલ અને અમો બંનેને કહેવા લાગેલ કે તમોએ તમારી બહેનના મારી સાથે કેમ છુટાછેડા કરાવેલ છે તેમ કહી અમોને અપશબ્દો કહેવા લાગ્યો હતો.

છરીનો એક ઘા ડાબા હાથના બાવડામા મારી દીધો
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,જેથી અમે તેને અપશબ્દો બોલવાની ના પાડતા તે એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને તેણે પોતાના હાથમા રહેલ છરીનો ઘા મને પ્રથમ જમણા ખંભા પર તથા છાતી પાસે મારેલ તથા બીજો ઘા મને પેટના ડાબી બાજુના ભાગે મારેલ જેથી મારા ફઇનો દીકરો ભગવાનજીભાઇ રાઠોડ મને બચાવવા માટે વચ્ચે પડતા આ નારણભાઇએ છરીનો એક ઘા ભગવાનજીભાઇને ડાબા હાથના બાવડામા મારી દીધેલ અને મને લોહી નીકળતા હું જમીન પર પડી ગયેલ હતો.ત્યારબાદ અમોને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.