મોઢે આવેલો કોળિયો છિનવાયો:રાજકોટના વીરપુરમાં મગફળીના પાકમાં મુંડા ઈયળોનો ઉપદ્રવ, ખેડૂતો ઉભો પાક ઉપાડવા મજબૂર બન્યા

રાજકોટ23 દિવસ પહેલા
આ ઈયળો પર દવાઓ લાગુ પડતી નથી

સૌરાષ્ટ્રમાં અવિરત મેઘમહેરને કારણે ખેડૂતોએ વાવેલા મગફળીના પાકમાં મુંડા નામની ઈયળોનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઈયળો પર કોઈ પણ પ્રકારની દવાઓ લાગુ પડતી નથી. ત્યારે વિરપુરમાં ખેડૂતોને મગફળીનો ઉભો પાક ઉપાડવાની ફરજ પડી જતી.

સર્વે કરીને સહાય ચુકવવા માંગ
હાલ સતત વરસાદ વરસ્યા બાદ બાદ ખેડૂતોની સ્થિતિ વધુ કફોડી બની છે. જે ખેડૂતોએ મગફળીના પાકની વાવણી કરી હતી, તેઓ હવે ચિંતામાં સરી પડ્યા છે કારણ કે મગફળીના પાકમાં મુંડા નામની ઇયળોથી મગફળીના પાકમાં સુકારા નામના રોગે દેખા દીધી છે. જેને પગલે પાકનું નિકંદન નીકળી જતા ખેડૂતો દ્વારા સર્વે કરીને સહાય ચુકવવા માંગ કરવામાં આવી હતી.

ખેડૂતોને મગફળીનો ઉભો પાક ઉપાડવાની ફરજ પડી
ખેડૂતોને મગફળીનો ઉભો પાક ઉપાડવાની ફરજ પડી

મગફળીનો ઉભો પાક ઉપાડવો પડ્યો
આ અંગે ખેડૂત અનિલભાઈએ જણાવ્યું હતું કે, તેઓ વાવણીના સમયે 5 વિઘા જેટલી જમીનમાં મગફળીના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ બે મહિનાથી સતત વરસેલા વરસાદને લઈને મગફળીમાં મુંડા નામની ઇયળોનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં થયો જેમને કારણે મગફળીના પાકમાં પાક આવે એ પહેલા જ સુકારો આવી જતા અનેકવાર જંતુનાશક દવાઓનો છટકાવ કર્યો છતાં મુંડા નામની ઈયળોના ઉપદ્રવમાં કોઈપણ જાતનો ફેરફાર ન થતા ન છૂટકે ભારે હૃદયે મગફળીનો ઉભો પાક ઉપાડવો પડ્યો હતો, ખેડૂતોએ પોતાના જીવની જેમ ઉછરેલાં પાકમાં મુંડા તથા સુકારો આવી જતા પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે જેમને લઈને ખેડૂતોએ સરકાર સમક્ષ સહાય પેકેજની માંગ કરી છે.

(દિપક મોરબીયા, વીરપુર)

અન્ય સમાચારો પણ છે...