ગમખ્વાર અકસ્માત:રાજકોટમાં વહેલી સવારે અમદાવાદ હાઇવે પર ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જતા બૂકડો થઇ ગઇ, ફાયર બ્રિગેડની ટીમે પતરા ચીરીને મુસાફરોનું રેસ્ક્યુ કર્યું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામને અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં - Divya Bhaskar
તમામને અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં
  • કારમાં બેઠેલા 5 શ્રમિકોને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં

રાજકોટ અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીક સાત હનુમાન મંદિર પાસે વહેલી સવારે ચારેક વાગ્યે રાજકોટ તરફ આવી રહેલી ઇકો કાર ટ્રક પાછળ ઘુસી જતાં બૂકડો થઇ ગઇ હતી. જેમાં ઇકો કારમાં બેઠેલા રાજસ્થાનના પાંચ શ્રમિકોને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઇકો ટ્રક પાછળ ફસાઇ જતા ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ કરી પતરા ચીરીને ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતાં.

શ્રમિકોને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં
શ્રમિકોને ગંભીર ઇજાઓ થતાં રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં

કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી
પ્રાપ્ત વિગત મુજબ વહેલી સવારે સાત હનુમાન મંદિર પાસે ઇકો કાર GJ-01-RN-2896 નંબરની કાર આગળના ટ્રક નં.GJ-03-LT-8484 પાછળ ધડાકાભેર અથડાતાં ઇકોમાં બેઠેલા મુળ રાજસ્થાનના રૂપનારાયણ મુનિલાલ રાજપૂત (ઉ.વ.40), વસંત રામેશ્વર (ઉ.વ.30), પ્રદિપ લોહનસિંગ (ઉ.વ.30), સિરજુ (ઉ.વ.40) અને રિન્કુ રામનાથસિંગ (ઉ.વ.25)ને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના વાલજીભાઇ નિનામાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.

કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી
કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી

કટરની મદદથી ઇકોના પતરા કાપ્યા
અકસ્માતને કારણે ઇકો કાર ટ્રક પાછળ ફસાઇ ગઇ હોઇ તેમાંથી ત્રણ ઘાયલોને લોકોએ બહાર કાઢી લીધા હતાં. બીજા બે ફસાઇ ગયા હોઇ ફાયર બ્રિગેડને જાણ થતાં ટીમના હાર્દિકભાઇ ગઢવી, વિપુલભાઇ સોલંકી, રમીઝખાન પઠાણ, વિજયભાઇ, મહશેભાઇ ગોહેલ, રસિકભાઇ થોરીયા, રાજેશભાઇ વાગડીયા સહિતની ટીમે પહોંચી હાઇડ્રોલિક સોકર તથા કટરની મદદથી ઇકોના પતરા કાપી ફસાયેલાઓને રેસ્કયુ કરી બહાર કાઢી હોસ્પિટલે ખસેડ્યા હતાં.

તમામને અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં
તમામને અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં

ઘાયલોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા
આ તમામ મુળ રાજસ્થાનના વતની છે અને અમદાવાદથી રાતે ઇકોમાં બેસી જામનગર કડીયા કામની સાઇટ પર મજૂરીએ જવા નીકળ્યા હતાં ત્યારે સાત હનુમાન પાસે વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. 108 એમ્બ્યુલન્સના ભાવેશભાઇ સહિતે ઘાયલોને હોસ્પિટલે પહોંચાડ્યા હતાં. અહિથી વધુ સારવાર માટે સવારે તમામને અમદાવાદ હોસ્પિટલમાં લઇ જવાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...