ઓટો માર્કેટમાં ઘરાકી સારી:પહેલા નોરતાએ 750 કાર, 1500 ટુ વ્હિલર વેચાયા

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિપ્સની અછતથી વાહનોમાં વેઇટિંગ, અત્યારે શહેરી વિસ્તારની ખરીદી વધુ

જન્માષ્ટમી,ગણેશોત્સવ બાદ પ્રથમ નોરતામાં પણ રાજકોટની ઓટો માર્કેટમાં ઘરાકી સારી જોવા મળી છે. તેમજ પ્રથમ નોરતે દશેરાના પણ બુકિંગ થતા હાલ ઓટો માર્કેટમાં દિવાળી જેવો માહોલ છે. રાજકોટમાં એક જ દિવસમાં અંદાજિત 750 ફોર વ્હિલર અને 1500 થી વધુ ટુ વ્હિલરની ખરીદી થઈ છે. જોકે હાલમાં ચિપ્સની અછત છે જેને કારણે વાહનોમાં વેઈટિંગ વધ્યું છે. અત્યારે શહેરી વિસ્તારની ખરીદી છે. વરસાદ સારો થવાને કારણે ખરીદી નીકળી હોવાનું ઓટો ડીલર્સ જણાવે છે.

વધુમાં ઓટો ડીલરના જણાવ્યાનુસાર નવરાત્રિ બાદ જ્યારે બજારમાં પ્રથમ જણસીની આવક થશે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની ખરીદી નીકળશે. માલની અછત હોવાને કારણે જેટલો ઓર્ડર લખાવીએ તેના માત્ર 60 ટકા જ માલ મળે છે. ચિપ્સની અછત હોવાની સૌથી વધુ અસર કારની ખરીદ- વેચાણમાં જોવા મળી રહી છે.

ગુરુવારે પ્રથમ નોરતે 750 કારની ડિલિવરી રાજકોટમાં થઈ હતી. જો ચિપ્સની અછત ન હોત તો કાર ખરીદી અંદાજિત 1200 ની થઈ શકી હોત. કુલ ખરીદદારોમાંથી અંદાજિત 20 ટકા મહિલાઓ છે. જ્યારે બીજા ક્રમે યુવાનો દ્વારા ખરીદી થઈ રહી છે. હાલ નવરાત્રિના બુકિંગ અને ખરીદી થશે. જ્યારે દશેરાથી દિવાળીના બુકિંગ શરૂ થશે. કોરોના બાદ લોકોના બજેટ પણ ધીમે- ધીમે વધી રહ્યા છે.ત્યારે દિવાળીમાં હવે વધુ વેપાર થવાની આશા વર્તાઈ રહી છે. દિવાળી સુધી ઓટો માર્કેટમાં ખરીદી વધુ રહેશે. તેમ ઓટો ડીલર જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...