ભાસ્કર એનાલિસિસ:પહેલાં એક જ સરખી ગરમી રહેતી પણ હવે હોસ્પિટલ ચોકમાં મહત્તમ પારો 38 જ્યારે ત્રિકોણબાગમાં 42 ડિગ્રી

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઓવરબ્રિજના કામને લીધે વાહનોની સંખ્યા ઘટી જતા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ પણ ઘટી ગયું
  • ત્રિકોણબાગમાં હવાની ગુણવત્તા બપોર દરમિયાન બગડી, એર ક્વોલિટી ઈન્ડેક્સ 100થી પણ વધ્યો

મનપાએ શહેરના પ્રમુખ વિસ્તારોમાં મૂકેલા સેન્સર દરેક વિસ્તારનું તાપમાન જણાવે છે જેમાં સૌથી વધુ તાપમાન ત્રિકોણબાગ ચોક પાસેનું આવે છે દર વર્ષે આ જ વિસ્તારમાં વધારે ગરમી હોય અને તેની સાથે હોસ્પિટલ ચોકમાં પણ તેના જેટલું જ તાપમાન નોંધાય છે. જોકે આ વખતે હોસ્પિટલ ચોકનું તાપમાન ત્રિકોણબાગ કરતા ઓછું છે કારણ કે, હાલ ત્યાં બ્રિજનું કામ ચાલતું હોવાથી વાહનોની સંખ્યા ઓછી છે અને ભારે વાહનો ત્યાંથી નીકળતા પણ નથી તેથી ધુમાડો, ટ્રાફિક આ બધું જ ઓછું થઇ જતા તેની સીધી અસરના ભાગરૂપે ગરમી પણ ઘટી છે.

ત્રિકોણબાગમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્શિયસની નજીક પહોંચી ગયું હતું જ્યારે હોસ્પિટલ ચોકમાં પારો 38 આસપાસ રહ્યો હતો એટલે કે બંને વચ્ચે 4 ડિગ્રીનો તફાવત રહ્યો હતો. આ ઉપરાંત ત્રિકોણબાગમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 111 સુધી પહોંચ્યો હતો અને બપોરે 1થી 4 દરમિયાન 100ની ઉપર જ રહ્યો હતો. 100ની ઉપર ઈન્ડેક્સ જાય ત્યારે તેને બિનઆરોગ્યપ્રદ હવાની શ્રેણીમાં મૂકવામાં આવે છે. જોકે સાંજ પડતા જ માધાપર ચોકડી કે જ્યાં બ્રિજ બની રહ્યો છે પણ ભારે વાહનોનો ટ્રાફિક વધુ હોય છે તેથી એર ક્વોલિટી ઈન્ડેક્સ 173 સુધી પહોંચી ગયો હતો.

બપોરે નીકળતી વખતે તાપમાન આ રીતે જાણી શકાય રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સેન્સર મુક્યા છે જેમાં નોંધાતું તાપમાન તેમજ હવાની ગુણવત્તા કોઇપણ વ્યક્તિ જોઈ શકે છે. તેથી બપોરના સમયે તેમજ ઉનાળામાં જે લોકોને તકલીફ રહેતી હોય તેમજ વૃદ્ધ અને અશક્ત હોય તેમજ શ્વાસને લગતી સમસ્યાઓ હોય તેઓ ઘરેથી નીકળતા પહેલા જ તાપમાન અને એર ક્વોલિટી ઈન્ડેક્સ ચકાસી જરૂર પડ્યે રસ્તો બદલી નિશ્ચિત સ્થળે પહોંચી શકે છે. આ માટે મનપાની વેબસાઈટ પર જઈને હોમ પેજ પર MISC વિભાગમાં એન્વાયરન્મેન્ટ ડેટા પર ક્લિક કે ટેપ કરતા જ નવા ટેબમાં વેબસાઈટ ખૂલશે જેમાં શહેરના નકશામાં લોકેશન બતાવશે તેના ઉપર અથવા તો બાજુમાં રહેલા ડ્રોપ ડાઉન મેન્યૂમાંથી વિસ્તાર પસંદ કરી તાપમાન અને એર ક્વોલિટી ઈન્ડેક્સ જોઈ શકાશે.

ક્યાં વિસ્તારમાં કેટલું રહે છે તાપમાન
વિસ્તારમહત્તમ તાપમાનએર ક્વોલિટી ઈન્ડેક્સ
ઈસ્ટ ઝોન મનપા કચેરી3943
સોરઠિયાવાડી સર્કલ3952
આજી ડેમ ચોક3938
સેન્ટ્રલ ઝોન મનપા કચેરી4354
મોરબી રોડ3934
ગ્રીનલેન્ડ ચોકડી3948
હોસ્પિટલ ચોક3898
માધાપર ચોકડી39149
દેવપરા ચોક3920
જિલ્લા પંચાયત38.8220
અન્ય સમાચારો પણ છે...