કામગીરી:ઇ-લોકઅદાલતમાં 1112 કેસમાંથી 972 કેસનો નિકાલ, અકસ્માત વળતરમાં 4.63 કરોડની રકમ ચૂકવાઇ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યભરની અદાલતમાં જુદા જુદા કેસોનો મોટી સંખ્યામાં ભરાવો થઇ ગયો છે. જે કેસોને પૂરા કરવા માટે સમયાંતરે લોકઅદાલતનું આયોજન કરી પેન્ડિંગ કેસોનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી શનિવારે પહેલી વખત ઇ-લોકઅદાલતનું આયોજન કરાયું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનાં ચેરમેન યુ.ટી.દેસાઇના માર્ગદર્શન હેઠળ ઇ-લોકઅદાલતનો પ્રારંભ કરાયો હતો.

ઇ-લોકઅદાલતમાં વાહન અકસ્માત વળતરના કેસ, ચેક રિટર્ન, લગ્ન વિષયક તકરાર, મજૂર અદાલતના કેસ, ફોજદારી સમાધાન લાયક કેસ, ઇલેક્ટ્રિક સિટી અને પાણીને લગતા કેસ, દીવાની કેસ સહિતના મળી 1112 કેસ મૂકવામાં આવ્યા હતા. કોઇનો વિજય નહીં, કોઇનો પરાજય નહીં ને ધ્યાને રાખી બંને પક્ષકારો વચ્ચે સમાધાનકારી વલણ અપનાવી કેસનો નિકાલ કરાયો હતો. ઇ-લોકઅદાલત પૂરું થતાં 972 કેસનો નિકાલ કરાયો છે. મોટર અકસ્માત વળતરના કુલ 113 કેસનો સમાધાનથી નિકાલ કરાયો હતો. આ કેસમાં રૂ.4,63,26,416ની રકમનું સમાધાનથી ચૂકવણી કરાઇ હતી. ચેક રિટર્નના 723 કેસમાં રૂ.34 લાખની રકમનું સમાધાનથી નિકાલ, તેમજ લગ્ન વિષયક તકરારના 62 કેસનો પણ નિકાલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...