રાજકોટમાં બે મહારથીની ગુફ્તેગૂ:‘ઈ કરી’ને વજુભાઇએ કહ્યું- 'નવી જવાબદારી સોંપે તો ભલે, ન સોંપે તો પણ ભલે... કરીએ છીએ તેમ કામ કરીશું' રૂપાણી બોલ્યા ‘હા... બરોબર છે’

રાજકોટએક મહિનો પહેલા
ચાલુ કાર્યક્રમમાં વજુભાઇ અને રૂપાણીની ગહન ચર્ચા.
  • વજુભાઇને રૂપાણીને કંઇ જવાબદારી સોંપી તે જાણવાની ઉત્સુકતા
  • રૂપાણી અને વજુભાઈ વચ્ચે એક કાર્યક્રમમાં થયેલી વાતો વીડિયોમાં કેદ

ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ વિજય રૂપાણી ગઇકાલે રાત્રે જ પોતાના હોમટાઉન રાજકોટ આવી પહોંચ્યા છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 71મો જન્મદિવસ છે ત્યારે 20 જગ્યાએ વિવિધ કાર્યક્રમોમાં વિજય રૂપાણી પહોંચ્યા હતા. શહેરના એરપોર્ટ રોડ પર આવેલી પેટ્રીયા સ્યુટ નામની હોટલમાં બ્લડ ડોનેશન કેમ્પમાં ભાજપના બે મહારથી વિજય રૂપાણી અને વજુભાઇ વાળા ગુફતેગો કરતા નજરે પડ્યા હતા. જેમાં વજુભાઇને પણ વિજય રૂપાણીને કંઈ જવાબદારી સોંપવામાં આવી તે જાણવા ઉત્સુકતા હતી. વજુભાઇએ રૂપાણીને પૂછી પણ લીધું કે, નવી જવાબદારી સોંપે તો ભલે અને ન સોંપે તો પણ ભલે...કામ કરીએ છીએ તેમ આગળ કરતા રહીશું... જેના જવાબમાં રૂપાણીએ કહ્યું હા...બરોબર છે.

વજુભાઈને રૂપાણીને જવાબદારી સોંપી કે નહીં તેમા રસ પડ્યો
પેટ્રીયા હોટલમાં બંને દિગ્ગજ નેતા ભેગા થઇ જતા હવે પછી શું? તેવી બંને વચ્ચે ચર્ચા થઇ હતી. રૂપાણી અને વજુભાઈ વચ્ચે થયેલી વાતો વીડિયોમાં કેદ થતા રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. બંને ચર્ચામાં ઓતપ્રોત બની ગયા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વજુભાઇને પણ વિજય રૂપાણીને કંઇ જવાબદારી સોંપી તે જાણવા તાલાવેલી જાગી હતી અને પૂછી જ લીધું હતું. પરંતુ વજુભાઇએ કહી દીધું કે કંઇ પણ જવાબદારી સોંપે તો ભલે નહીંતર કામ કરીએ છીએ તેમ કરતા રહેશું. આ વાત સાથે રૂપાણી સહમત થઇ હા...બરોબર છે તેવો જવાબ આપ્યો હતો.

બંને દિગ્ગજ ગહન ચર્ચા કરતા જોવા મળ્યાં.
બંને દિગ્ગજ ગહન ચર્ચા કરતા જોવા મળ્યાં.

બ્લડ ડોનેશન કેમ્પમાં સ્વાતંત્ર્ય સેનાની રક્તતુલા કરાઈ
દેશભરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 71માં જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્વ સીએમ વિજય રૂપાણીની હાજરીમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. ત્યારે શહેરનાં એરપોર્ટ રોડ નજીક પેટ્રીયા હોટલમાં એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. એટલું જ નહીં ત્યારબાદ આ રક્તથી પ્રખર સ્વયંસેવક અને સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇ છાપીયાની રક્તતુલા કરવામાં આવી હતી.

બંનેના ચહેરા પર ગંભીરતા પણ જોવા મળી.
બંનેના ચહેરા પર ગંભીરતા પણ જોવા મળી.

મોહનભાઇ હોલ ખાતે પ્રદર્શન યોજાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની શહેર ભાજપ દ્વારા ઠેર ઠેર કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી રહી છે. ચૌધરી હાઇસ્કૂલ સામે આવેલા મોહનભાઈ હોલ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં નરેન્દ્ર મોદીના જન્મથી લઈને વડાપ્રધાનકાળના આજદિન સુધીની સફરને સમાવી લેવામાં આવી છે. મોદીની દરેક ક્ષણનો ફોટો સાથેની માહિતીરૂપે પ્રદર્શિત કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીનું પ્રદર્શન નિહાળવા મોટી રાજકોટવાસીઓ ઉમટ્યા છે.

બ્લડ ડોનેશન કેમ્પ બાદ સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇની રક્તતુલા યોજાઇ.
બ્લડ ડોનેશન કેમ્પ બાદ સ્વાતંત્ર્ય સેનાની મનસુખભાઇની રક્તતુલા યોજાઇ.