કામગીરી:મનપાની ભરતી પરીક્ષામાં 145 કર્મીને ફરજ સોંપાઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિશનરે તમામ અધિકારીની બેઠક બોલાવી

રાજકોટ મનપાની આગામી રવિવારે યોજાનારી ભરતી પરીક્ષાને લઈને મ્યુનિસિપલ કમિશનરે તમામ અધિકારીઓ સાથે ગુરુવારે બેઠક બોલાવી હતી. જેમાં 145 અધિકારી અને કર્મચારીને ફરજ સોંપાઈ છે.મનપાની ‘જુનિયર ક્લાર્ક’ સંવર્ગની 122 જગ્યા ભરવા માટે રવિવારે અમદાવાદ, સુરત, ગાંધીનગર, જૂનાગઢ, જામનગર, રાજકોટ એમ છ શહેરોમાં લેખિત પરીક્ષાનું મેગા આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ પરીક્ષામાં હુકમ કરેલા અધિકારીઓ-કર્મચારીઓ સાથે મિટિંગ યોજી હતી.

આ પરીક્ષા સુચારુ, સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક યોજાય અને પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારી-કર્મચારીઓને વિવિધ કામગીરી સુપરત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. મિટિંગ દરમિયાન મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, સરકારની કોવિડ અંગેની માર્ગદર્શિકા અનુસાર આવશ્યક પ્રોટોકોલનું પાલન થાય તે માટે જરૂરી કાળજી રાખવી, પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો કોઇપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ લઈ ન જાય તેનું ધ્યાન રાખવું. તમામ છ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ખાતે સજ્જડ પોલીસ બંદોબસ્ત માટેનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ 82 પરીક્ષા કેન્દ્ર માટે કુલ 82 કેમેરામેન વીડિયોગ્રાફી કરશે.

અન્ય સમાચારો પણ છે...