હાલાકી:મુંબઈ જવા માટે પૂરતો ટ્રાફિક હોવા છતાં દૂરંતો એક્સપ્રેસ બંધ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ ડિવિઝનના રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠક મળી

રાજકોટ ડિવિઝનની રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની તાજેતરમાં બેઠક મળી હતી. આ સિવાય રેલવેના જનરલ મેનેજર રાજકોટ આવતા ચેમ્બર ઓફ કોમર્સે મુસાફરો યાત્રિકોને પડતી મુશ્કેલી અંગે જાણ કરી હતી. બેઠકમાં જણાવ્યું હતું કે, મુંબઈ જવા પૂરતો ટ્રાફિક હોવા છતાં મુંબઈ સેન્ટ્રલ-હાપા દૂરંતો એક્સપ્રેસ શરૂ કરાઇ નથી. મુંબઈ જનારની સંખ્યા વધારે હોવા છતાં આ ટ્રેન બંધ હોવાથી મુસાફરોને મુશ્કેલી પડે છે અને તાત્કાલિક આ ટ્રેન શરૂ કરવા માટે ડિમાન્ડ કરી છે. તેમજ હરિદ્વાર જવા માટેની ટ્રેન શરૂ કરાઇ ત્યારપછી કોઇ ફ્રીક્વન્સી વધી નથી. ત્યારે આ ટ્રેનની ફ્રીક્વન્સી વધારવા માટે રજૂઆત કરાઈ છે.

આ અસુવિધાનું ઝડપી સમાધાન થાય તો મુશ્કેલી દૂર થાય
એસી કોચમાં બેડ રોલની સુવિધા શરૂ કરવા , ડબલ ટ્રેક અને વિદ્યુતીકરણની કામગીરી ઝડપી કરવી , સેન્ટ્રલ- હાપા દુરંતોને બોરિવલી, કાંદીવલી અથવા મલાડ ખાતે સ્ટોપ આપવા , ટ્રેન નંબર 22946 ઓખા- મુંબઈ સૌરાષ્ટ્ર મેલના સમયમાં ફેરફાર કરીને જૂના સમય પ્રમાણે તાત્કાલિક શરૂ કરવી , લોકલ ટ્રેનનું ભાડું મેલ એક્સપ્રેસ પ્રમાણે વસૂલ કરવામાં આવે છે, ભાડું પ્રિ- કોવિડનું વસૂલ કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...