તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • During The Night Curfew In Rajkot, On The Issue Of Beating Of A Village Union Worker By The Police, Other Activists Protested Half naked, Detained

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:રાજકોટમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન ગૌ.સંઘના કાર્યકરને પોલીસ દ્વારા માર મારવાને મુદ્દે, અન્ય કાર્યકરોએ અર્ધનગ્ન બની વિરોધ કર્યો, અટકાયત

રાજકોટ2 મહિનો પહેલા
આંદોલન ઉગ્ર બને એ પહેલા પોલીસ દ્વારા ત્રણેય કાર્યકરોની અટકાયત કરવામાં આવી
  • 'પોલીસની દાદાગીરી નહીં ચાલે' ના સૂત્રોચ્ચાર કર્યા

રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા રાત્રી કર્ફ્યુની અમલવારી માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં આવે છે જ્યાં ગૌપાલક સંઘના કાર્યકર છોટુ ગામરાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસકર્મી દ્વારા માર મારવામાં આવ્યાના આક્ષેપ સાથે ગૌપાલક સંઘના અન્ય ત્રણ કાર્યકરો દ્વારા શહેરના રૈયા ચોકડી પાસે પર અર્ધનગ્ન બની યુનિવર્સિટી પોલીસ વિરુદ્ધ વિરોધ દર્શાવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બને એ પહેલા ત્રણેય કાર્યરકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

છોટુ ગમરા સારવાર હેઠળ છે
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત 25 માર્ચની રાત્રીએ રાત્રી કર્ફ્યુ લાગુ થયા બાદ શક્તિ હોટેલ નજીક ગૌપાલક સંઘના કાર્યકર છોટુ ગામરા આકાશવાણી ચોક પાસે ઉભો હતો એ વખતે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI અજીત ચાવડા અને બે પોલીસકર્મી ત્યાં આવ્યા હતા અને છોટુ ગામરાને તમાચો મારીને ગાડીમાં બેસાડવામાં આવ્યો હતો અને અજીત ચાવડા અને બે પોલીસકર્મી દ્વારા તેને ઢોર માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના CCTV પણ વાયરલ થયા છે હાલ છોટુ ગમરા સારવાર હેઠળ છે.

છોટુ ગામરા સારવાર હેઠળ છે
છોટુ ગામરા સારવાર હેઠળ છે

'પોલીસની દાદાગીરી નહીં ચાલે' ના સૂત્રોચ્ચાર કર્યા
આ બનાવને પગલે ગૌપાલક સંઘના કાર્યકરો દ્વારા આજે રૈયા ચોકડી પાસે વિરોધ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું જ્યાં કાર્યકરો દ્વારા અર્ધનગ્ન બની યુનિવર્સિટી પોલીસ વિરુદ્ધ 'પોલીસની દાદાગીરી નહીં ચાલે', 'દારૂના ધંધાર્થીઓને પકડો' જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પણ આ આંદોલન ઉગ્ર બને એ પહેલા પોલીસ દ્વારા ત્રણેય કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. આ સમયે 'અમે આટલાથી અટકીશું નહીં' તેવા સૂત્રોચ્ચાર પણ કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા હતા.

આંદોલન ઉગ્ર બને એ પહેલા પોલીસ દ્વારા ત્રણેય કાર્યકરોની અટકાયત કરવામાં આવી
આંદોલન ઉગ્ર બને એ પહેલા પોલીસ દ્વારા ત્રણેય કાર્યકરોની અટકાયત કરવામાં આવી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો