• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • During The Checking Of The Food Branch In Rajkot, 3 Liters Of Stale Water Of Panipuri Was Found, An Epidemic Was Being Served In The Food Market In Front Of Prem Mandir.

આરોગ્ય વિભાગના દરોડા:રાજકોટમાં ફૂડ શાખાના ચેકીંગ દરમિયાન પાણીપુરીનું 3 લિટર વાસી પાણી મળી આવ્યું, પ્રેમમંદિર સામે ફૂડ માર્કેટમાં પિરસાતો હતો રોગચાળો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણીપીણીની 28 રેકડીઓમાં મનપાની ફૂડ શાખાનું ચેકીંગ, 2 કિલો વાસી બટાટા અને 1.5 કિલો વાસી મંચુરિયનની સામગ્રી પકડાઇ
  • એક મહિના પહેલા પાણીપુરીના પાણીમાંથી ‘ઇ.કોલી’ના બેક્ટરિયા મળ્યાં હતા, આ પાણી પીવાથી ફૂડ પોઇઝનિંગ અને આંતરડામાં ચાંદા પડે છે.

રાજકોટ મનપાએ ચોમાસા બાદ અજગભરડો લેનાર રોગચાળો કાબૂમાં લેવા માટે શરૂ કરેલી ઝૂંબેશમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં પણ ચેકિંગનો ઘેર ચાલુ કરવામા આવ્યો છે. દરમિયાન કાલાવડ રોડ પર પ્રેમ મંદિર સામેના ફૂડ ઝોનમાં ફૂડ શાખાની ટીમ ત્રાટકી હતી. જ્યાં ખાણીપીણીની 28 રેકડીઓમાં ચેકીંગ દરમિયાન પાણીપુરીનું 3 લિટર વાસી પાણી, 2 કિલો વાસી બટાટા અને 1.5 કિલો વાસી મંચુરિયન મળી આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજથી એક મહિના પહેલા પાણીપુરીના પાણીમાંથી ‘ઇ.કોલી’ના બેક્ટરિયા મળ્યાં હતા. જેનું સેવન કરવાથી ઝાડા-ઉલ્ટી, ફૂડ પોઇઝનિંગ અને આંદરડામાં ચાંદા પડતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

અર્ધા ભાવે કઇ રીતે શુધ્ધ ઘીનું વેચાણ થઇ શકે
સામાન્ય સભામાં રાજકોટમાં સસ્તા ભાવે શુધ્ધ ઘી કઇ રીતે વેચાય શકે તેવા સવાલોનો મારો અધિકારીઓ પર થયો હતો. આથી ફૂડ વિભાગની કામગીરીમાં પણ છેલ્લા મહિનામાં ખુબ વધારો થઇ ગયાનું દેખાયું છે. ફૂડ વિભાગ દ્વારા હવે રાજકોટમાં લુઝ વેચાતા ઘીનું સેમ્પલીંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગોવિદબાગ મેઈન રોડ પાસેના આવેલા લક્ષ્મી ઘી સેન્ટરમાંથી Balaji Cow Ghee અને ગુંદાવાડી પાસે આવેલા મહાવિર સ્ટોર્સમાંથી ભેંસના ઘીનો નમુનો લઇને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયો છે. કોર્પો.ની સભામાં રાજકોટમાં વાસ્તવિક કરતા અર્ધા ભાવે કઇ રીતે શુધ્ધ ઘીનું વેચાણ થઇ શકે તેવા સવાલ ઉઠયા હતા.

આ સ્થળો પર ચકાસણી કરાઈ

ક્રમ

FBOનું નામ

સરનામું

રીમાર્ક્સ

1

દિલખુશ પાણીપુરીપ્રેમમંદિર સામેપાણીપુરીનું 3 લિટર વાસી પાણી

2

શ્રી રામ ચાઇનીઝ પંજાબીપ્રેમમંદિર સામે300 gm MSG.

3

ઓમ ચાઇનીઝ પંજાબીપ્રેમમંદિર સામે1.5 કિલો વાસી મંચુરિયન, 100 gm MSG

4

બાલાજી પાણીપુરીપ્રેમમંદિર સામે2 કિલો વાસી બટાટા
5પટેલ ચાઇનીઝ પંજાબીપ્રેમમંદિર સામે200 gm MSG
6થાપાઝ ફુડપ્રેમમંદિર સામે100 gm MSG
અન્ય સમાચારો પણ છે...