આરોગ્ય સાથે ચેડાં:ગોંડલના ભોજપરા GIDCમાંથી ડુપ્લીકેટ ઘીનું કૌભાંડ ઝડપાયું, રૂ.7.23 લાખના ભેળસેળીયા ઘી સાથે બે શખ્સોની ધરપકડ

ગોંડલ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રી સહજ કાઉ ઘી નામ આપી ભેળસેળયુકત ઘી બનાવતી ફેકટરીમાં પોલીસે ભેળસેળિયા ઘીનો જંગી જથ્થો જપ્ત કર્યો

ગોંડલ તાલુકાના ભોજપરા GIDC માંથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને ડુપ્લીકેટ ઘીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જ્યાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનામાં રૂ.7.23 લાખના ભેળસેળીયા ઘી સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

ભેળસેળીયા ઘી સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી
ભેળસેળીયા ઘી સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી

જથ્થાબંધ વેચાણ કરવામાં આવતું હતું
પ્રાપ્ત વિગતો અનુસાર ગોંડલ પોલીસે GIDC વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં રેઇડ કરતા કોઇપણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા વગર નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા, કરણભાઇ ભરતભાઇ છગ કેમીકલ, એસન્સ જેવા પદાર્થોનું ભેળસેળ કરી શ્રી સહજ કાઉ ઘી (ગીરીરાજ ફુડસ) નામ આપી ભેળસેળયુકત ધી બનાવતી ફેકટરીમાં મોટા પ્રમાણ માં ભેળસેળયુકત ઘી નું ઉત્પાદન કરી જથ્થાબંધ વેચાણ કરવામાં આવતું હતું. આ મુદ્દે પોલીસે સમગ્ર બાબતની જાણ રાજકોટના ફુડ એન્ડ ડ્રગ વિભાગને કરી તેમને સ્થળ પર બોલાવી સેમ્પલ લઈને ચેક કરતા સેમ્પલ ફેઈલ જતા બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ભેળસેળિયા ઘીનું સેવન કરવાથી કેન્સર, હૃદયરોગ, પેરેલિસિસ થઇ શકે
નકલી ઘી બનાવવા કોરેકોરું વેજિટેબલ ઘી અને સોયાબીન ઉપરાંત ઘાતક કલર અને એસન્સ મિશ્રણ કરીને નાખવામાં આવે છે. તેનાથી બે પ્રકારે અસર થાય છે. એક તાત્કાલિક એટલે કે 24 જ કલાકમાં જ તેની અસર થવામાં ફૂડ પોઇઝનિંગ, ઝાડા-ઊલટી, ચામડીના રોગ, ટાઇફોઇડ, ઝેરી કમળો થાય છે, જ્યારે સતત ખાવાથી લાંબાગાળાની અસરમાં હૃદયની નળી બ્લોક થઇ જવાથી હાર્ટએટેક, લિવર, આંતરડા અને ફેફસાંનું કેન્સર, પેરેલિસિસ સુધીની ઘાતક અસર થઇ શકે છે.

(હિમાંશુ પુરોહિત,ગોંડલ)