ગમખ્વાર અકસ્માત:રાજકોટમાં શાકભાજી લેવા જતા દંપતીને ડમ્પર ચાલકે ફંગોળ્યા, પતિની નજર સામે પત્નીનું મોત

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પરપ્રાંતીય દંપતી છેલ્લા 15 વર્ષથી ઈંટોના ભઠ્ઠામાં કામ કરતું હતું, ડમ્પરચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ
  • પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી

રાજકોટ શહેરના કોઠારીયા ગામ પાસે આવેલી પાર્થ પાવર સોલ્યુશન નામની દુકાન પાસે પુરઝડપે આવી રહેલા એક ડમ્પરે બાઇકને ઉલાળતા દંપતી રસ્તા પર ફંગોળાયા હતા અને તેમાં પતિની નજર સામે જ પત્નીના મોઢા પર વ્હીલ ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

ડમ્પરના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી રસ્તા પર ફંગોળાયું
પ્રાપ્ત વિગત મુજબ ,મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કોઠારીયા ગામમાં હસુભાઈના ઈંટોના ભઠ્ઠામાં રહેતા જુવાનસિંગ ભુરશીંગ ભાભોર (ઉ.વ.42) નામના યુવાન તેમના પત્ની નંદુબેન (ઉ.વ.40) એમ બંને બાઇક પર શાકભાજી અને હાર્ડવેરની વસ્તુઓ લેવા નીકળ્યા હતા. ત્યારે કોઠારીયા ગામ પાસે આવેલી પાર્થ પાવર સોલ્યુશન નામની દુકાન સામે પહોંચતા પુર ઝડપે આવી રહેલું GJ-12-X-2928 નંબરના ડમ્પરના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતી રસ્તા પર ફંગોળાયું હતું. જે દરમિયાન નંદુબેનના મોઢા પર ડમ્પરનું વ્હીલ ફરી વળતા તેઓને ગંભીર ઇજા થઇ હતી. જયારે પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે
પરપ્રાંતીય દંપતી છેલ્લા 15 વર્ષથી ઈંટોના ભઠ્ઠામાં કામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. બનાવ અંગે આજીડેમ પોલીસમાં મૃતકના પતિની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુન્હો નોંધી પીએસઆઈ આર.વી.કડછાએ તપાસ કરતા ટ્રક ચાલકનું નામ નિલેશ બાબુભાઈ ચાવડા હોવાનું જાણવા મળતા તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...