રાજકોટના ક્રાઈમ ન્યૂઝ:માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે રોડ પર ટ્રક પાછળ ડમ્પર અથડાતા આગળના ભાગનો ભૂક્કો, ડ્રાઇવરનું મોત

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતા આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો. - Divya Bhaskar
ટ્રક પાછળ ડમ્પર ઘૂસી જતા આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો.

રાજકોટ શહેરના માધાપ૨ ચોકથી બેડી ચોકડી ત૨ફ જવાના ૨સ્તે ટ્રક પાછળ ડમ્પર ઘૂસી ગયું હતું. આથી ડમ્પરનો આગળના ભાગનો ભૂક્કો થઈ ગયો હતો અને તેના ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ પરાપીપળીયામાં રહેતો શિવ ન૨શીભાઈ અનારી (ઉં.વ.20) નામનો યુવાન આજે સવા૨ના સમયે ડમ્પ૨ લઈ નીકળ્યો હતો. ત્યારે ૨સ્તામાં આગળ જઈ ૨હેલા ટ્રક પાછળ ડમ્પ૨ ધડાકાભે૨ અથડાતા ચાલક શિવ અનારીનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ડમ્પ૨ના આગળના ભાગનો ભૂક્કો થઈ જતા તેમાં ફસાયેલા શિવનું રેસ્ક્યુ કરી તેમના મૃતદેહને બહા૨ કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતક માધાપ૨ ચોકડીથી બેડી ચોકડીએ ડમ્પ૨માં રેતી ભરી ખાલી ક૨વા જતો હતો.

સોની પરિવારના આપઘાત કેસમાં વધુ એક આરોપી ઝડપાયો
રાજકોટ શહેરના ચકચારી સોની પરિવારના સામુહિક આપઘાત કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. કિર્તીભાઈ ધોળકીયા તેમના પત્ની માધુરીબેન અને પુત્ર ધવલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં રાજકોટ યુનિવર્સિટી પોલીસ દ્વારા આજ રોજ સલમાન શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ જ ગુનામાં અગાઉ પકડાયેલ આરોપી ધવલ મૂંધવાએ રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન પર છૂટવા માટે જેલમાંથી રેગ્યુલર જામીન અરજી કરી હતી. જેની સામે ફરિયાદી પક્ષના વકીલ અંશ ભારદ્વાજે વાંધો રજૂ કરી ગંભીર ગુનામાં જામીન ન આપવા લેખિત રજુઆત કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

સલમાન શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી
સલમાન શેખ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી

80 હજારની ચોરી કરનાર આરોપીની ધરપકડ રાજકોટના હુડકો ક્વાર્ટરમાં રહેતાં જયંતિભાઇ વિઠ્ઠલભાઇ સોનીના મકાનમાં તિજોરીની ચાવી બનાવવા આવેલા બે સરદારજીએ તિજોરીમાં રહેલ 4 સોનાના પાટલા અને સોનાનું પેન્ડલ મળી રૂ.80 હજારના મુદામાલની ચોરી કરી નાસી ગયા હતાં. આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે ઓમકારસિંઘ સેવસિંઘ સિકલીગરને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

ક્રાઇમ બ્રાન્ચે ચોરની ધરપકડ કરી.
ક્રાઇમ બ્રાન્ચે ચોરની ધરપકડ કરી.

દાગીના વડોદરાની એક મહિલાને વેચી નાખ્યા
પૂછપરછમાં આરોપીએ સોનાના દાગીના ચોરી એક મહિલાને વડોદરા વેચી નાંખી રોકડા રૂપિયા લઈ લીધા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આરોપી તાળાની ચાવી બનાવવાનો ધંધો કરતો હોય અને અલગ અલગ શહેરમાં ધંધા માટે કોઈ પણ સોસાયટીમાં તાળાની કે તીજોરીની ચાવી બનાવવા માટે ઘરમાં જઈ ઘરમાં હાજર વ્યક્તિની કોઈ પણ કારણ બતાવી તેની નજર ચૂકવી ઘરમાં પડેલ સોના-ચાંદીના દાગીના કે રોકડ રકમની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતો હતો.

યુવાને મળમાર્ગે પ્લાસ્ટિકની બોટલ ફસાવતા સર્જરી કરવી પડી
અમરેલીના ધારી પંથકના એક યુવાનને ગઈકાલે મળમાર્ગમાં ભયંકર પીડા સાથે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. તબીબની તપાસમાં આ યુવાને ચારેક દિવસ પહેલા પોતાના મળમાર્ગમાં ઠંડાપીણાની નાનકડી પ્‍લાસ્‍ટિકની બોટલ કોઈ પણ રીતે ફસાવી દીધાનું કહેતાં તબીબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ધારી પોલીસમાં નોંધ કરાવી હતી. આ યુવાનને તુરંત જ સારવાર માટે સર્જરી વોર્ડમાં દાખલ કરવામાં આવતાં આ વિભાગના તબીબ અને નર્સિંગ સ્‍ટાફે તુરંત તેને મિનિ ઓપરેશન થિએટરમાં લઈ જઈ સુઝબુઝથી ગણતરીના સમયમાં ફસાયેલી બોટલ કાઢી તેને પીડામુક્‍ત કરી દીધો હતો. આ યુવાન ખેત મજૂરી કરે છે અને તેને બે સંતાન પણ છે. તેની માનસિક હાલત કેટલાક દિવસથી ઠીકઠાક નહીં હોવાનું પરિવારજનોએ કહ્યું હતું.

યુવાને બે દિવસ સુધી કોઈને વાત કરી નહીં
ચાર દિવસ પહેલા આ યુવાન પીડામાં મૂકાઈ ગયો હતો. પરંતુ બે દિવસ સુધી કોઈને વાત પણ કરી નહોતી. એ પછી ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી અમરેલી હોસ્‍પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ ત્‍યાંથી રાજકોટ લઈ જવાનું કહેવાતાં રાજકોટ ખસેડાયો હતો. ગઇકાલે મોડી રાતે પીડામુક્‍ત થતાં જ તેણે હોસ્‍પિટલમાંથી રજા લીધી હતી.

પિતાએ ઠપકો આપતા ધો.10ના વિદ્યાર્થીએ ફિનાઇલ પીધું
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર રહેતાં અને ધો.10માં અભ્યાસ કરતો વિદ્યાર્થી થર્ટી ફર્સ્ટની રાત્રે પાર્ટી જોવા નિકળી ગયો હતો. આ અંગે પિતાએ ઠપકો આપતા પુત્રને માઠુ લાગી આવતાં ફિનાઈલ પી લીધું હતું. વિદ્યાર્થીને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર નજીક આવેલા ખારચિયા ગામે રહેતા યુવકે પોતાનો મગજ ભમતા લાખાપર ગામ પાસે ઝેરી દવા પી લીધી હતી. યુવકને બેશુદ્ધ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...