ઓર્ગેનિક ખેતી:ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામે ખેડૂતે જૈવિક ખાતર થકી પૌષ્ટિક શાકભાજી ઉગાડ્યા, ગામે-ગામ બોલબાલા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના બાદ લોકો શારીરિક તંદુરસ્તી માટે શુદ્ધ અને સાત્વિક ખોરાકનો વધુ આગ્રહ કરતા થયા છે. જેને પગલે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાના એવા ડુમીયાણી ગામના એક ખેડૂતે જૈવિક ખાતરના ઉપયોગ થી પૌષ્ટિક શાકભાજી તૈયાર કરી ખેડૂતોને માર્ગદર્શન આપવા પહેલ કરી છે.

ગુણવત્તા યુક્ત ખાતર તૈયાર થાય છે
હાલના સમયમાં દરેક ખેડૂતો શાકભાજી અથવા અન્ય ઉત્પાદન માટે રસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય છે. જેને લીધે લોકોને સ્વસ્થ્ય તેમજ જમીન બન્નેમાં નુકસાન કરતા હોય છે અને લોકોને ગેસ એસીડીટી જેવી અન્ય બીમારીઓ થતી હોય છે. જેને ધ્યાને લઈ આ ખેડૂતે ઔષધિય તેમજ ગુણવત્તા યુક્ત ખાતર તૈયાર કરી પૌષ્ટિક શાકભાજીનું ઉત્પાદન કર્યું છે.

જમીનને સજીવ બનાવી શકાય
આ ખાતરમાં દેશી ઔષધિય વનસ્પતિ, ખાટી છાશ, ગૌ મૂત્ર, ગીર ગાયનું છાણ તેમજ અળસિયાના ઉપયોગથી કોઈ પણ જાતના કેમિકલ વગર દેશી ખાતર તૈયાર કર પૌષ્ટિક શાકભાજી તૈયાર કર્યા છે. જેનાથી લોકોનું સ્વસ્થ્ય પણ સારું જળવાઈ રહે અને જમીનને પણ ફરીથી સજીવ બનાવી શકાય.