પેટાચૂંટણી:રાજકોટ, જૂનાગઢ, વિસાવદર, વેરાવળ, દ્વારકા, સિક્કા, ઓખાની પેટાચૂંટણીમાં નિરસ મતદાન

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ પંચાયતની શિવરાજપુર બેઠક પર 51.41% અને સાણથલીમાં 53.61% મતદાન

રાજકોટ, જૂનાગઢ, વિસાવદર, વેરાવળ, સિક્કા, દ્વારકા સહિતના સ્થળો પર થયેલી પેટાચૂંટણીમાં નિ:રસ મતદાન જોવા મળ્યું હતું. રાજકોટ જિલ્લા પંચાયતની ખાલી પડેલી બે બેઠક પર શિવરાજપુરમાં 51.41 ટકા અને સાણથલીમાં 53.61 ટકા મતદાન થયું હતું. સાણથલીની બેઠક પર ભાજપના સભ્ય અને શિવરાજપુરમાં કોંગ્રેસના સભ્યનું કોરોનાથી અવસાન થતા બેઠક ખાલી પડતા પેટાચૂંટણી થઇ છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલી જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠકની પેટાચૂંટણી રવિવારે યોજાઈ. જેમાં સાણથલી બેઠક પર સૌથી વધુ સાણથલી ગામમાં 69 ટકા મતદાન થયું છે. રવિવારે સાણથલીના 15 અને શિવરાજપુરના 10 સહિત કુલ 25 ગામમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. સાણથલી અને શિવરાજપુર બન્ને બેઠકમાં મળી કુલ 22થી 25 હજાર મતદારોનો સમાવેશ થાય છે. બન્નેમાં અનુક્રમે લેઉવા પાટીદાર અને કોળી સમાજના મતદારો નિર્ણાયક છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકમાંથી 25 ભાજપ અને 11 કોંગ્રેસ પાસે છે.

જૂનાગઢ, વિસાવદર, માણાવદર, વેરાવળમાં શાંતિપૂર્ણ મતદાન
જૂનાગઢ મહાનગર પાલીકાનાં વોર્ડ નંબર 8માં એક બેઠક ખાલી પડી હતી. આ બેઠક ઉપર સવારથી મતદાન શરૂ થયું હતું. સાંજ સુધીમાં અહીં 49.48 ટકા જેટલું મતદાન થયું હતું. માણાવદર નગરપાલીકાનાં વોર્ડ નંબર 4માં 43. 82 ટકા મતદાન થયું છે. વિસાવદર નગરપાલીકાનાં વોર્ડ નંબર 1માં કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. આ બેઠક ઉપર સાંજ સુધીમાં 52.63 ટકા મતદાન થયું હતું. ગીર સોમનાથ જિલ્લા પંચાયતની વેરાવળ તાલુકામાં આવેલ ગોવિંદપરા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં 46.69 ટકા જેટલુ મતદાન થયું હતું.

મોરબીની ત્રાજપરમાં 54.94, રાજગઢમાં 79 ટકા મતદાન
મોરબીની ત્રાજપર બેઠક પર 54.94 ટકા મતદાન થયું હતું તો બીજી તરફ હળવદની રણછોડગઢ બેઠક પર 79.72 ટકા જેવું ધીંગુ મતદાન થયું હતું. આ બન્ને બેઠક જે તે સમયે સભ્યોના બીમારીના કારણે મોત થવાના લીધે ખાલી પડી હતી. બન્ને બેઠકના 9491 મતદારો પૈકી 6259 લોકોએ કર્યો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ભાણવડ પાલિકાની ચૂંટણીમાં EVM બગડ્યું, કોંગ્રેસના ધરણાં
ભાણવડ નગરપાલિકાની ચુંટણીમાં 62.27 ટકા મતદાન થયુ હતુ.વોર્ડ નં.1ના શાળા નં.2ના ઇવીએમ કામ કરતુ ન હોય, કોંગ્રેસે ઘરણા યોજ્યા હતા. ઓખા પાલિકામાં 55.24 ટકા જયારે સિકકા પાલિકાની એક બેઠકની પેટા ચુંટણીમાં 54.29 ટકા, દ્વારકા પાલિકાની એક બેઠક પર 36.21 ટકા અને ટુંપણીની બેઠક પર 47 ટકા મતદાન થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...