ફ્લાઈટના સમયમાં ફેરફાર:ગાઢ ધુમ્મસને કારણે સવારની 8.15 વાગ્યાની સ્પાઈસ જેટની રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ કાલથી મોડી ઉપડશે, સવારે 9.30 વાગ્યે ટેક ઓફ કરશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • દિલ્હીથી આવતી સ્પાઈસ જેટની ફ્લાઈટ રાજકોટમાં સવારે 7.55 વાગ્યે લેન્ડ થાય છે

શિયાળાની ૠતુમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસના કા૨ણે એ૨પોર્ટ વિઝિબિલિટીના કા૨ણે ફ્લાઈટ સેવાને છાસવારે અસર પડતા રાજકોટ એ૨પોર્ટ પ૨ લેન્ડ થના૨ ફ્લાઈટને ડાયવર્ટ ક૨વી પડતી હોય છે. બીજી દિલ્હી એરપોર્ટ પર ધુમ્મસ છવાતા રાજકોટ-દિલ્હીની સવારની ફ્લાઈટનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ ફ્લાઇટ સવારે સવા કલાક મોડી ઉપડશે. આ ફ્લાઇટનો સમય સવારે 9.30 વાગ્યાનો કરવામાં આવ્યો છે.

આ ફ્લાઈટમાં દિલ્હી જવા મુસાફરોનો સારો ટ્રાફિક રહે છે
સ્પાઈસ જેટની રાજકોટ-દિલ્હી-રાજકોટ ડેઈલી ફ્લાઈટ સવારે 7.55 કલાકે રાજકોટ લેન્ડ થઈ 8.15 કલાકે દિલ્હી જવા ટેક ઓફ થાય છે. આ ફ્લાઈટનાં સમયમાં આજથી ફે૨ફા૨ કરવામાં આવ્યો છે. જેમાં આ ફ્લાઈટ હવે સવારે 8.15ના બદલે 9.30 કલાકે દિલ્હી જવા ટેક ઓફ થશે. સ્પાઈસ જેટની સવા૨ની ડેઈલી રાજકોટ-દિલ્હી-રાજકોટ ફ્લાઈટમાં દિલ્હી જવા મુસાફરોનો સારો ટ્રાફિક રહે છે.

મુંબઈ જવા 4 ફ્લાઈટ ઉડ્ડયન શરુ છે
રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો-વેપારીઓને સવારે દિલ્હી જવા અનુકૂળ રહે છે. આ ઉપરાંત મુસાફરો વિદ્યાર્થીઓને હવાઈ સેવા ખૂબ જ સ૨ળ બની છે. ત્યારે આ ડેઈલી ફ્લાઈટ આજથી સવા કલાક મોડી કરવામાં આવી છે. રાજકોટ એરપોર્ટ ડેઈલી ફ્લાઈટનું આવાગમન શરૂ છે. જેમાં મુંબઈ જવા 4 ફ્લાઈટ અને દિલ્હી જવા 2 ફ્લાઈટનું ઉડ્ડયન શરૂ છે. સ્પાઈસ જેટની સવારની ડેઈલી દિલ્હી-રાજકોટ-દિલ્હી ફ્લાઈટ હવે દરરોજ સવારે 8.15 કલાકના બદલે 9.30 કલાકે દિલ્હી જવા ઉડાન ભ૨શે. સવારના ધુમ્મસના કા૨ણે આ ફ્લાઈટના સમયમાં ફેરફાર થવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.