તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસના ભાડામા વધારો:નવા બનતા ઓવરબ્રિજના કારણે STએ અમદાવાદ તરફ જતી બસનું ભાડું વધાર્યું

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજકોટના હોસ્પિટલ ચોકમાં પુલ બની રહ્યો છે તેથી રસ્તો બંધ થતાં એસટીને છ કિલોમિટર ફરીને લઈ જવી પડતી હોય રૂ.2થી10નો બોજ મુસાફરો પર ઝીંક્યો

સિવિલ હોસ્પિટલ પાસે નવો ઓવરબ્રિજ મહાનગરપાલિકા બનાવી રહી છે, પરંતુ તેનો આર્થિક બોજ એસટી બસના મુસાફરોને સહન કરવો પડ્યો છે. નવા બનતા પુલના કારણે રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, પાલનપુર અને મહેસાણા જતી એક્સપ્રેસના બસના ભાડામાં રૂ.2 અને વોલ્વો બસમાં રૂ.10નો ભાવવધારો થયો છે. એસટી બસના રૂટ મુજબ રાજકોટથી અમદાવાદ 215 કિલોમીટરનું અંતર આવેલું છે. ભાવવધારો લાગુ થયા બાદ એક્સપ્રેસ બસનું ભાડું રૂ.137 હતું તેના રૂ.139 થશે. જ્યારે ગુર્જરનગરી બસનું ભાડું 147 માંથી સીધું રૂ.149 કરી દેવામાં આવ્યું છે.

તેવી જ રીતે વોલ્વો બસમાં રૂ.10નો ભાવવધારો ઝીંકવામાં આવતા હવે તેનું ભાડું રૂ. 416 માંથી રૂ. 426 થઈ ગયું છે. એસટી બસના સંચાલકોએ પોતાનો લૂલો બચાવ કરતા એવું જણાવ્યું હતું કે, રાજકોટમાં પુલ બને છે જેને કારણે અમારે સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનથી નાગરિક બેન્ક, અમૂલ ચોકડી ત્યાંથી ગ્રીનલેન્ડ ચોકડી ફરીને જવું પડે છે.જેને કારણે એક ટ્રિપનું 6 કિલોમીટર અંતર વધી જાય છે. તેથી આ ભાવવધારો અમે એસટી બસના મુસાફરો પાસેથી વસૂલ કરી રહ્યા છીએ.

જો કે ભાવવધારાનો નિર્ણય લઈ તો લેવામાં આવ્યો છે, પરંતુ તે ટિકિટમાં દર્શાવવામાં આવતો નથી. તે અંગે એસટીના સંચાલકોએ કહ્યું કે, હજુ આ પ્રક્રિયા ચાલુ છે. જ્યારે ગ્રીનલેન્ડ ચોકડીએથી બેસતા મુસાફરોને આ ભાવવધારો લાગુ પડશે નહીં. માત્ર રાજકોટ એસટી બસ સ્ટેન્ડથી બેસતા મુસાફરો માટે આ ભાવવધારો લાગુ કરતા એસટીના નવા જાહેર કરેલા ફતવાથી મુસાફરોમાં રોષ ફેલાયો છે. એસટીના અધિકારીઓ વધુ કિલોમિટરનું બહાનું ધરીને ભાડું વધારી રહ્યા છે. જો કે, નવો ઓવરબ્રિજ બનતો હોય તેમાં મુસાફરોનો વાંક શું અને ગુનો શું?

કુવાડવા જતા મુસાફરોને પણ રૂ.2 વધુ ચૂકવવા પડશે
રાજકોટથી કુવાડવા જવાનું અંતર માત્ર 18 કિલોમીટર જ છે. આમ છતાં તેનું રૂ. 2 ભાડું વધારવામાં આવ્યું છે. જેથી જે મુસાફરોને કુવાડવા જવું હશે તેમણે ભાડું વધારે ચૂકવવું પડશે. જ્યારે જામનગર, પોરબંદર, ભાવનગર રૂટની બસમાં કોઈ ભાવવધારો લાગુ કર્યો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો