મેગા વેક્સિનેશન ડ્રાઈવ:રાજકોટમાં વધતા કોરોનાના કેસને લઈ કાલે 25 જગ્યાએ વેક્સિન અપાશે, 18થી 59 વર્ષના લોકોને પ્રિકોશન ડોઝ પણ અપાશે

રાજકોટ4 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે, જેની સામે રાજકોટ મનપા દ્વારા કોરોના વેક્સિન અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તમામ લોકોને વેક્સિન લેવા અપીલ કરવામાં આવી રહી છે. જેમાં આવતીકાલે રવિવાર હોવા છતાં રાજકોટમાં અલગ અલગ 25 સ્થળ પર વેક્સિનેશન પ્રક્રિયા ચાલુ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. 18થી 59 વર્ષના નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.

23 આરોગ્ય કેન્દ્ર અને બે હોસ્પિટલમાં વેક્સિનેશન
આવતીકાલે રવિવાર હોવા છતાં કોરોના વેક્સિનેશન ચાલુ રાખવા મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ તથા પ્રથમ અને બીજો ડોઝ પણ આપવામાં આવશે. આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાનાં 23 આરોગ્ય કેન્દ્ર, પદ્મકુંવરબા હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનેશન ચાલુ રાખવામાં રહેશે.

6 મહિના પૂર્ણ થયા હોય તે લોકો પ્રિકોશન ડોઝ લઇ શકશે
18થી 59 વર્ષનાં તમામ નાગરિકો માટે કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવશે. જે નાગરિકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેને 6 મહિના પૂર્ણ થયા હોય તે તમામ નાગરિકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. ઉપરાંત 60 વર્ષથી મોટી ઉંમરના નાગરિકો પણ કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ લઇ શકશે. વેક્સિનનાં પ્રથમ અને બીજા ડોઝમાં બાકી રહેલા નાગરિકો પણ વેક્સિન સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લઇ શકશે.

આવતીકાલે આ 25 જગ્યાએ વેક્સિન અપાશે
1. સિવિલ હોસ્પિટલ
2. પદ્મકુંવરબા હોસ્પિટલ
3. શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4. નંદનવન આરોગ્ય કેન્દ્ર
5. નાનામવા આરોગ્ય કેન્દ્ર
6. મવડી આરોગ્ય કેન્દ્ર
7. આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
8. શાળા નં. 28, વિજય પ્લોટ
9. સદર આરોગ્ય કેન્દ્ર
10. અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
11. રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
12. ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
13. હુડકો
14. નારાયણનગર આરોગ્ય કેન્દ્ર
15. જંક્શન આરોગ્ય કેન્દ્ર
16. માધાપર આરોગ્ય કેન્દ્ર
17. મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
18. ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર
19. IMA આરોગ્ય કેન્દ્ર
20. કબીરવન આરોગ્ય કેન્દ્ર
21. રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
22. શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
23. પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
24. કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
25. મુંજકા આરોગ્ય કેન્દ્ર

અન્ય સમાચારો પણ છે...