તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Due To Mass Promotion, 75% Of Parents Think That Their Children Will Not Get Admission In The Field They Like, 58.03% Think That They Got Less Marks Than Hard Work.

સૌ.યુનિ.નો સર્વે:માસ પ્રમોશનના કારણે 75% વાલીઓના મતે તેમના સંતાનને ગમતા ફિલ્ડમાં એડમિશન નહિ મળે, 58.03% ના મતે મહેનત કરતા ઓછા માર્ક્સ મળ્યા

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • મનોવિજ્ઞાન ભવન દ્વારા 810 વાલીઓનો સર્વે કરવામાં આવ્યો
  • વાલીઓના મતે પરીક્ષા વગરનાં પરિણામની કોઈ વેલ્યુ નથી

આજે બાળકોનું ભણતર માતા-પિતા માટે કસોટીરૂપ થઈ રહ્યું છે. એક સમયે પોતાના સંતાનો ક્યાં ધોરણમાં ભણે છે તે પિતા જાણતા નહિ. અને માતા પર પણ ક્યારેય બાળકોની પરીક્ષાનું ટેન્શન જોવા મળતું નહિ. પરંતુ આજે તો પરિસ્થિતિમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. મા-બાપ બાળકના ભણતરની બાબતે સતત ચિંતિત રહે છે અને તે માટે જાતજાતના પ્રયાસો કરતાં જોવા મળે છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવને માસ પ્રમોશન બાદ 810 વાલી પર સર્વે કર્યો છે. જેમાં જાણવા મળ્યું છે કે, માસ પ્રમોશનના કારણે 75 ટકા વાલીઓના મતે તેમના સંતાનને ગમતા ફિલ્ડમાં એડમિશન નહિ મળે, 58.03% ના મતે મહેનત કરતા ઓછા માર્ક્સ મળ્યા છે.

આજની શિક્ષણ વ્યવસ્થા પણ બદલાય ચૂકી છે. એટલે સંતાનની ઉજ્જવળ કારકિર્દીનું ધ્યેય ધરાવતાં પ્રત્યેક વાલી બાળકોના ભણતરમાં રસ લે છે. તે જ પ્રમાણે એક કે બે સંતાનો હોવાથી માતા-પિતા તેમને પૂરતો સમય પણ ફાળવી શકે છે. મનોવિજ્ઞાન ભવને થોડા સમય પહેલા માસ પ્રમોશન મેળવનાર 10માં ધોરણના બાળકોનો સંપર્ક કરી 810 વાલીઓનો સર્વે કરાવામાં આવ્યો. જેમાં ચોંકવનારી વિગતો સામે આવી છે.સર્વે દરમિયાન બાળકો પ્રમોશનથી સંતુષ્ટ નથી એવું તારણ આવેલ. આ સર્વે વખતે વાલીઓનો વલોપાત નજરે ચડેલ માટે મનોવિજ્ઞાન ભવને વાલીઓને રૂબરૂ મળી, ગુગલ લિંક મોકલીને સર્વે કરાયો હતો.

મનોવિજ્ઞાન ભવનના સર્વેમાં પૂછવામાં આવેલા પ્રશ્નો

પ્રશ્ન: તમારા બાળકના માસ પ્રમોશનના રીઝલ્ટથી તમે ચિંતિત છો?
જવાબ: 75% ના મતે 'હા' અને 25% ના મતે 'ના'

પ્રશ્ન: તમારા બાળકના ભવિષ્યને લઈને તમે સતત ચિંતિત રહો છો?
જવાબ: 100% અર્થાત દરેક વાલીઓએ 'હા' કહ્યું

પ્રશ્ન: તમારા બાળકનું રીઝલ્ટ આવવું જોઈએ એના કરતા ઓછું આવ્યું છે?
જવાબ: 58.3% ના મતે 'હા' અને 41.7% ના મતે 'ના'

પ્રશ્ન: માસ પ્રમોશનના કારણે તમારી કે તમારા બાળકની મન ગમતી સ્કુલમાં એડમીશન નહિ મળે એવી ચિંતા થાય છે?
જવાબ: 66.7% ના મતે 'હા' અને 33.3% ના મતે 'ના'

પ્રશ્ન: ઓનલાઇન શિક્ષણના પ્રમાણમાં રિઝલ્ટ બરાબર આવ્યું હોય એવું લાગે છે?
જવાબ: 58.3% ના મતે 'હા' અને 41.7% ના મતે 'ના'

પ્રશ્ન: મહેનત મુજબ રિઝલ્ટ આવે તે માટે કોરોના મહામારીમાં પણ તમારું બાળક બીજીવાર પરીક્ષા આપે એવું ઈચ્છો છો?
જવાબ: 50% ના મતે 'હા' અને 50% ના મતે 'ના'

પ્રશ્ન: પરીક્ષા આપવા કરતા સરળતાથી રિઝલ્ટ મળી ગયું માટે માસ પ્રમોશનના રિઝલ્ટથી ખુશ છો?
જવાબ: 75% ના મતે 'હા' અને 25% ના મતે 'ના'

પ્રશ્ન: તમારા બાળકને એના ગમતા ફિલ્ડમાં એડમીશન નહિ મળે એનાથી ચિંતા થાય છે?
જવાબ: 75% ના મતે 'હા' અને 25% ના મતે 'ના'

પ્રશ્ન: માસ પ્રમોશન મળવાથી આગળ જતા તમારા બાળકને એમની ગમતી નોકરી નહિ મળે એ બાબતથી ચિંતા થાય છે?
જવાબ: 75% ના મતે 'હા' અને 25% ના મતે 'ના'

માસ પ્રમોશન અંગે તમારા મંતવ્યો જણાવો

  • માસ પ્રમોશનને લઈને ખાસએ ચિંતા છે કે આગળ જતાં નોકરીમાં અને કોઈ પૂછશે કે કયા વર્ષેમાં 10th પૂરું કર્યું તો અમારા બાળકને કહેવું પડશે કે 2021માં માસ પ્રમોશન એવું કહેતા અન્ય લોકો અમારા બાળકની મજાક ઉડાવશે કે, પરીક્ષા વગર પાસ થયેલ ઓહ...અને બીજું પણ ઘણું બધું સાંભળવું પડશે હોશિયાર હશે અમારું બાળક તો પણ, એટલે આ માસ પ્રમોશન અત્યારે તો પાસ કર્યા આગળ જતા નુકશાની થવાની શક્યતાઓ ઘણી છે.
  • એક વાલીએ કહ્યું કે મારે ખુબ ભણવું હતું એક મારું સપનું હતું સ્કૂલ કોલેજ ફર્સ્ટ આવવાનું પણ ત્યારે આર્થિક ખેંચને કારણે હું ભણી ન શક્યો, મેં લક્ષ્ય રાખ્યું હતું કે મારા બંને સંતાન બોર્ડ ફર્સ્ટ આવે એવી તૈયારી કરાવીશ. મારા સંતાનો મહેનત પણ કરતા હતા.. પણ આ માસ પ્રમોશને મારા સપના પર પાણી ફેરવ્યું.
  • એક માતાએ કહ્યું કે મારો દીકરો ફર્સ્ટ આવે રાજકોટ જિલ્લામાં તે માટે તેની કરતા વધારે ઉજાગરા મેં કર્યા, ઘણી માનતાઓ માનેલી, મારી બધી મહેનત પાણીમાં ગઈ, મને ખાવુ પીવું ભાવતું નથી. મારું જ સંતાન ફર્સ્ટ ન આવી શક્યું તેનું દુઃખ છે.
  • માસ પ્રમોશનથી હાલની પરિસ્થિતિમા શિક્ષણનું મૂલ્ય ઘટી ગયું હોય એવુ લાગે છે.
  • માસ પ્રમોશનની મોટી અસર શિક્ષણ પર થઇ છે.માસ પ્રમોશનના કારણે પહેલા જે અમારું સંતાન ભણવામાં ધ્યાન આપતું તે હવે ડાયવર્ટ થઇ ગયું છે.હવે રમત ગમત કે મોબાઈલમા જ ધ્યાન આપે છે. જે દરેક માતાપિતા માટે ચિંતાનો વિષય હશે.
અન્ય સમાચારો પણ છે...