તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે:માસ પ્રમોશનને કારણે ધોરણ 10ના 63.9% વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપવા માગે છે, 64%ના મતે મહેનત કરતાં ઓછા માર્ક્સ મળ્યા છે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓના મતે પરીક્ષા વગરનાં પરિણામની કોઈ વેલ્યુ નથી

કોરોના પહેલાં જ્યારે ધોરણ 10ની પરીક્ષા આપવાની થતી ત્યારે મોટે ભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં રહેતા હતા. ઘરમાં કોઈ એક દસમા કે બારમા ધોરણમાં ભણતા હોય એટલે ઘરના બધા તેની ચિંતામાં હોય. ત્યારે થોડા સમય પહેલાં જ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર થયું ત્યારે તેમણે જેટલા પર્સન્ટેજ આવવા જોઈતા હતા ખરેખર એટલા આવ્યા છે કે કેમ, તેમના વાલીઓને તેમના રિઝલ્ટથી સંતોષ થયો છે કે કેમ, ફરીથી પરીક્ષા આપવાની થાય તો આપવા માગો છો કે કેમ અને તે લોકોને માસ પ્રમોશનથી મળેલા રિઝલ્ટથી સંતોષ છે કે કેમ, આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા 522 વિદ્યાર્થીનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

મનોવિજ્ઞાન ભવનનો સર્વે
પ્રશ્ન: શું તમે ધોરણ 10ના પરિણામથી સંતુષ્ટ છો?
જવાબ: 40%ના મતે 'હા' અને 60% ના મતે 'ના.'

પ્રશ્ન: મહેનત કરતાં ઓછા માર્ક્સ આવ્યા હોય એવું લાગે છે?
જવાબ: 64%ના મતે 'હા' અને 36%ના મતે 'ના.'

પ્રશ્ન: માસ પ્રમોશનને કારણે ભવિષ્યમાં તમને કોઈ નુકસાન થશે એવો ભય લાગે છે?
જવાબ: 62.3%ના મતે 'હા' અને 37.7%ના મતે 'ના.'

પ્રશ્ન: તમારો મિત્ર તમારા કરતાં ભણવામાં નબળો હોઈ અને તેને વધુ માર્ક્સ આવ્યા એવું બન્યું છે?
જવાબ: 54.1%ના મતે 'હા' અને 45.9%ના મતે 'ના.'

પ્રશ્ન: જે વિષયમાં વધુ માર્ક્સ આવવા જોઈએ એમાં ઓછા આવ્યા એવું બન્યું છે?
જવાબ: 57.4%ના મતે 'હા' અને 42.6%ના મતે 'ના.'

પ્રશ્ન: ફરીથી પરીક્ષા આપવાની થાય તો તમે આપવા માગો છો?
જવાબ: 63.9%ના મતે 'હા' અને 36.10%ના મતે 'ના.'

પ્રશ્ન: માસ પ્રમોશનને કારણે તમારા ગમતા ફિલ્ડમાં તમે એડમિશન લઇ શકશો?
જવાબ: 62.3%ના મતે 'હા' અને 37.7%ના મતે 'ના.'

પ્રશ્ન: માસ પ્રમોશનથી તમારાં માતા-પિતાને તમારું જોઈતું પરિણામ મળ્યું હોય એવું લાગે છે?
જવાબ: 55%ના મતે 'હા' અને 45%ના મતે 'ના.'

પ્રશ્ન: તમારી સ્કૂલમાં તમે પહેલા નંબર પર આવવા માગતા હતા?
જવાબ: 67.2% ના મતે 'હા' અને 32.8%ના મતે 'ના.'

ધોરણ 10ના વિદ્યાર્થીઓનાX મંતવ્યો

  • માસ પ્રમોશન આપવું જોઈએ નહિ, આમાં હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન રહે છે, તેથી માસ પ્રમોશન કરતાં સરકાર જો ઓફલાઈન એક્ઝામ લે એ ખૂબ જ જરૂરી છે અને બીજું એ કે આમાં કેમ નક્કી કરવું ક્યાં ફિલ્ડમાં એડમિશન લેવું એ અને જે સારી સારી સ્કૂલ હોઈ એમાં લેવા માગતા હોય એડમિશન તેને પણ ના મળી શકે.
  • પરીક્ષા વગરનાં પરિણામની કોઈ વેલ્યુ નથી. માસ પ્રમોશનથી ઘણા વિદ્યાર્થીને સંતોષ થયો નથી. મહેનત કરતાં ઓછા માર્ક્સ આવ્યા છે. મારી મહેમત પ્રમાણે 70 ઉપર ટકા આવવા જોઈએ પણ મારે 54% જ આવ્યા છે અને ભવિષ્યમાં ક્યાંક નોકરી માટે જવાનું થશે ત્યારે પણ એવું સાંભળવું પડશે કે ધોરણ 10ની પરીક્ષા આપેલી હોઈ તેને પહેલો ચાન્સ, અમને માસ પ્રમોશનવાળાને અમારી યોગ્યતા હશે તોપણ ચાન્સ કદાચ નહીં મળી શકે અને અત્યારે કોરોના ઘણો ઓછો થઈ ગયો છે, તેથી સરકારે પરીક્ષા માટે વિચારવું જોઈએ.
  • મારો મિત્ર ભણવામાં સાવ નબળો છતાં તેને વધુ માર્ક્સ આવ્યા છે, તેથી માસ પ્રમોશનના રિઝલ્ટથી મને સંતોષ નથી. મારી જેમ ઘણા વિદ્યાર્થીઓ હશે કે જેને માસ પ્રમોશનથી સંતોષ નહીં હોય, પણ એ કહી નથી શકતા. ઓનલાઈન ભણ્યા એટલે ખાસ કંઈ સમજ પડી ન હતી. તેથી માસ પ્રોમોશન મળ્યું એ સારું થયું.
અન્ય સમાચારો પણ છે...