ગ્રાઉન્ડ રિપોર્ટ:સ્પષ્ટતા ન હોવાથી મૃત્યુના કારણના ફોર્મને લોકો સહાયની અરજી માને છે, બેડના અભાવે અન્ય જિલ્લાઓમાં સારવાર લીધી’તી તેને ફરી ત્યાં મોકલાય છે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથના ફોર્મ માટે મનપાની કચેરીએ સવારથી જ લાંબી કતારો લાગી હતી અને 600 ફોર્મ પરત આવ્યા હતા. - Divya Bhaskar
મેડિકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથના ફોર્મ માટે મનપાની કચેરીએ સવારથી જ લાંબી કતારો લાગી હતી અને 600 ફોર્મ પરત આવ્યા હતા.
  • તંત્રએ માત્ર કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ તેમજ તેમાં કોરોના ન હોય તો અપીલ માટે ક્યા જવું તે જ જાહેર કર્યું, સહાય કઈ રીતે મળશે, ક્યારે ફોર્મ ભરાશે તે વિગતો જ નથી

રાજ્ય સરકારે કોરોનામાં મૃત્યુ થયું હોય તેમના પરિવારને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ માટે મોત પાછળ કોરોના હોવું ફરજિયાત છે તેથી કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ માટે આખી પોલિસી ઘડાઈ છે. જે મુજબ જેમનું પણ મોત થયું હોય તેમના પરિવાર અરજી કરે એટલે તેમને જન્મ-મરણ શાખાના રેકર્ડમાંથી MCCD અપાય છે.

આ આખી વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે તેમજ લોકોના વર્તન માટે રાજકોટ મહાનગરપાલિકાની જન્મ-મરણ શાખામાં દિવ્ય ભાસ્કરની ટીમે સતત 2.5 કલાક રહી હતી અને કર્મચારીઓ તેમજ અરજદારો સાથે પણ વાત કરતા જાણવા મળ્યું હતું કે લોકો આ ફોર્મને જ સહાયનું ફોર્મ ગણે છે આ કારણે ઘણી અસમંજસ ફેલાતા મનપાએ સહાય મળતી ન હોવાના બોર્ડ મારવા પડ્યા હતા. ફોર્મ લેવા માટે એટલો ધસારો હતો કે મનપાએ તેના માટે અલગથી કતાર કરાવી હતી ફોર્મ જમા કરાવવા માટે પણ અલગ વ્યવસ્થા કરવી પડી હતી.

લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, સહાયના ફોર્મ જમા કરાવતા વાર નથી લાગતી પણ હવે સહાય કેવી રીતે મળશે તે ખબર જ નથી. બીજી તરફ અધિકારીઓમાં પણ સહાયના ફોર્મની કોઇ વિગત ઉચ્ચ સ્તરેથી આવી ન હતી. સૌથી મોટી પીડા એ શહેરીજનોની હતી જેઓ બેડની તલાશમાં કચ્છ, ભુજ જેવા શહેરોમાં ગયા હતા અને ત્યાં સ્વજન ગુમાવ્યા હતા. તેઓએ અરજી કરી તો સામે આવ્યું કે જ્યાં મોત થયું હોય ત્યાંની જન્મ-મરણ શાખામાં જ તેમને સર્ટિફિકેટ મળશે તેથી હવે ફરીથી તેમને ત્યાં જવું પડશે.

દર્દ ફરી છલકાયું; રોનામાં ઓક્સિજન અને બેડ માટે અને હવે સહાય માટે પણ કતારો

ભુજ લઇ ગયા બાદ પતિનું અવસાન થયું, હવે શું કરવું ?
રાજકોટમાં બેડ ન મળવાથી પતિને ભુજ લઈ ગયા હતા, જ્યાં તેમનું અવસાન થયું હતું. સહાયની માહિતી મળતા ધર્મિષ્ઠાબેન ફોર્મ ભરવા આવ્યા હતા. થોડીવાર સુધી આ મહિલા કતારમાં રહ્યા પણ જેવા કર્મચારી પાસે ગયા તો ફોર્મ રિજેક્ટ કરાયું અને કર્મચારીએ સમજાવ્યું કે તેમના પતિનું ભુજમાં મૃત્યુ થયું હોવાથી ત્યાંથી સર્ટિ. મળશે.

દિવ્ય ભાસ્કર વાંચીને ખબર પડી કે સહાયની પ્રક્રિયા શરૂ થઇ છે
જામનગર રોડ પર રહેતા પ્રતાપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘સૌથી પહેલા દિવ્ય ભાસ્કરમાંથી જાણવા મળ્યું કે સહાયની પ્રક્રિયા ચાલુ થઈ છે. મારા પિતા નિર્મળસિંહનું કોરોનામાં અવસાન થયું હતું કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ છે પણ પ્રમાણિત નકલ માટે આવ્યો છું. આ સર્ટિફિકેટ પછી સહાય માટે ફોર્મ ક્યાં ભરવું તે કોઇને ખબર નથી.

પતિ ઘરે જ ગુજરી ગયા, નિ:સંતાન છું આ ધક્કા કેવી રીતે થશે?
વર્ષાબેન નામના મહિલાએ જણાવ્યું હતું કે, ‘મારા પતિનું ઘરે જ સારવાર સમયે મૃત્યુ થયું હતું. મારી પાસે આરટીપીસીઆર રિપોર્ટ નથી ડેથ સર્ટિફિકેટ લેવા આવી હતી ત્યારે પણ ના પાડી કહ્યું હતું કે, હોસ્પિટલમાં અવસાન નથી એટલે પુરાવા નથી. ત્યારે બ્લડ રિપોર્ટની ઝેરોક્ષ આપી હતી હવે મારે શું કરવું? નિ:સંતાન છું ક્યાં ક્યાં જવું?’

અન્ય સમાચારો પણ છે...