કોરોના રાજકોટ LIVE:શહેરમાં વધતા કેસને લઈ આજે મેગા વેક્સિનેશન ડ્રાઈવ, 23 આરોગ્ય કેન્દ્ર અને 2 હોસ્પિટલમાં વેક્સિન અપાશે

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટમાં તહેવારો નજીક આવતા જ કોરોનાએ માથુ ઉંચક્યું છે. શનિવારે શહેરમાં નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 27 દર્દીએ કોરોના હરાવતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 64496 પર પહોંચી છે. હાલ 239 દર્દી સારવાર હેઠળ છે. કોરોનાના વધતા કેસને ધ્યાને રાખીને રાજકોટ મનપાએ આજે રવિવારે મેગા વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કર્યું છે. જેમાં 23 ઓરાગ્ય કેન્દ્ર અને 2 હોસ્પિટલમાં વેક્સિન આપવામાં આવી રહી છે.

પ્રથમ, બીજો અને પ્રિકોશન ડોઝ અપાઇ રહ્યો છે
આજે રવિવાર હોવા છતાં કોરોના વેક્સિનેશન ચાલુ રાખવા મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં 18 વર્ષથી મોટી ઉંમરના નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ તથા પ્રથમ અને બીજો ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાનાં 23 આરોગ્ય કેન્દ્ર, પદ્મકુંવરબા હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિનેશન ચાલુ રાખવામાં આવ્યું છે.

6 મહિના પૂર્ણ થયા હોય તે લોકો પ્રિકોશન ડોઝ લઇ શકશે
18થી 59 વર્ષનાં તમામ નાગરિકો માટે કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવામાં આવી રહ્યો છે. જે નાગરિકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેને 6 મહિના પૂર્ણ થયા હોય તે તમામ નાગરિકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. ઉપરાંત 60 વર્ષથી મોટી ઉંમરના નાગરિકો પણ કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ લઇ શકશે. વેક્સિનનાં પ્રથમ અને બીજા ડોઝમાં બાકી રહેલા નાગરિકો પણ વેક્સિન સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી લઇ શકશે.

આ 25 જગ્યાએ વેક્સિનેશન ડ્રાઈવ
1. સિવિલ હોસ્પિટલ
2. પદ્મકુંવરબા હોસ્પિટલ
3. શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4. નંદનવન આરોગ્ય કેન્દ્ર
5. નાનામવા આરોગ્ય કેન્દ્ર
6. મવડી આરોગ્ય કેન્દ્ર
7. આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
8. શાળા નં. 28, વિજય પ્લોટ
9. સદર આરોગ્ય કેન્દ્ર
10. અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
11. રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
12. ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
13. હુડકો
14. નારાયણનગર આરોગ્ય કેન્દ્ર
15. જંક્શન આરોગ્ય કેન્દ્ર
16. માધાપર આરોગ્ય કેન્દ્ર
17. મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
18. ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર
19. IMA આરોગ્ય કેન્દ્ર
20. કબીરવન આરોગ્ય કેન્દ્ર
21. રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
22. શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
23. પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
24. કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
25. મુંજકા આરોગ્ય કેન્દ્ર

અન્ય સમાચારો પણ છે...