સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પડધરી તાલુકાના મોટા ખીજડીયા ગામે અતિ ભારે વરસાદ પડવાથી ગામની ગૌશાળામાંથી 40 જેટલા મૂંગા પશુઓ પાણીના વેગમાં તણાયા હતાં. આ સાથે જ એક છકડો રીક્ષા પણ પાણીમાં ગરકાવ થઇ હતી. જેના LIVE દ્રશ્યો સામે આવ્યાં છે.
વીજ પૂરવઠો ઠપ્પ થતાં લોકો પરેશાન
રાજકોટ જિલ્લામાં સતત 3 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પડધરીના ખીજડીયામાં ધોધમાર વરસાદ પડતા ગૌશાળામાંથી 40 જેટલા મૂંગા પશુઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાયા હતા. આ સાથે જ વીજપોલ ધરાશાયી થતાં ગામમાં વીજ પૂરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારે વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાય ગયા હતા. જેથી વાહનચાલકોને પમ હાલાકી પડી હતી.
એક ગાયનો જોખમી બચાવ, અન્ય પશુઓ તણાયા
ભાર વરસાદના પગલે ગૌશાળામાં રહેલા 40 જેટલા પશુઓ પાણીના પ્રવાહમાં તણાયા હતા. જેમાંથી એક ગાયનો જોખમી બચાવ થયો હતો. જ્યારે અન્ય પશુઓ પાણીના વેણમાં તણાયા હતાં. આ વીડિયો સામે આવતા પશુપ્રેમીઓમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ હતી. હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈલ થઈ રહ્યો છે.
વીડિયોમાં મહિલા બોલે છે કે હે માતાજી આને બચાવો
વીડિયોમાં એક મહિલા બોલે છે કે હે મેલડી માતાજી હવે આ વરસાદને રોકો, આ ગાયોને બચાવો. નજરની સામે જ ગાયો તણાતી જોઇ મહિલા અંદરો અંદર દુખી થતી હોવાનું વીડિયોમાં જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે પડધરી પંથકમાં ગઇકાલથી મૂશળધાર વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. આથી અમુક ગામો બેટમાં ફરવાયા છે. ગામની વચ્ચે નદી પસાર થતી હોય તેવું વીડિયોમાં જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.