સર્વે:રાજકોટમાં ભારે વરસાદને કારણે 5 તાલુકાના ધરતીપુત્રોના હાલ 'બેહાલ', નુકસાનીના સર્વે માટે રાજકોટ જિલ્લામાં 126 ટીમ કાર્યરત

રાજકોટ14 દિવસ પહેલા
વરસાદને કારણે ખેતરમાં ઊભેલા પાક પર પાણી ફરી વળ્યું
  • સૌથી વધુ નુકસાની કોટડાસાંગાણી, લોધીકા, પડધરી, જામકંડોરણા અને ધોરાજીના ધરતીપુત્રોને સહન કરવાનો વારો આવ્યો છે.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે પાકમાં નુકસાન થયું છે. તો વળી નદી-નાળા અને ડેમ બધા ભરાઈ જતા અને પાણીના તળ ઉંચા આવતા શિયાળુ પાક માટે સ્થિતિ ખૂબ સારી ઉભી થઈ છે. આ અંગે રાજકોટ જીલ્લાના ખેતીવાડી અધિકારી આર.આર.ટીલવાએ જણાવ્યું હતું કે, ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લામાં ઘણું નુકસાન થયું છે. ખેડૂતોની જમીનનું ધોવાણ થઇ ગયું છે. તેને લઈને જિલ્લામાં નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

126 ટીમ દ્વારા સર્વેની કામગારી હાથ ધરાઈ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સર્વેની કામગીરી હાલ 95% પૂર્ણ થઈ ચૂકી છે. રાજકોટ જિલ્લામાં કેટલી જમીનનું ધોવાણ થયું છે તે અંગેનો સર્વે કરવા 126 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને હજુ પણ કામગીરી ચાલુ છે. સૌથી વધુ નુકસાની કોટડાસાંગાણી, લોધીકા, પડધરી, જામકંડોરણા અને ધોરાજીના ધરતીપુત્રોને સહન કરવાનો વારો આવ્યો છે.

રાજકોટ જીલ્લા ખેતીવાડી અધિકારી આર.આર.ટીલવા
રાજકોટ જીલ્લા ખેતીવાડી અધિકારી આર.આર.ટીલવા

જિલ્લાના મોટાભાગના પાકોમાં નુકસાન થયું છે
એક મહિનાથી રાજકોટ જિલ્લાના ઘણાં તાલુકાઓમાં વરસાદને લઈને મોટાભાગના પાકોમાં નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકારના આદેશ બાદ જિલ્લા ખેતીવાડી અધિકારીઓ દ્વારા તાબડતોડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખેડૂતોની પણ માંગ હતી કે તાત્કાલિક રાજ્ય સરકાર SDRF મુજબ સર્વેની કામગીરી કરવામાં આવે તો ખેડૂતોને સહાય મળી શકે. કેમ કે મોટાભાગના તાલુકાઓમાં સતત વરસાદના કારણે કપાસ, મગફળી, તલ, ડુંગળી અને કઠોળના પાકને તથા શાકભાજીના પાકને નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...