• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Due To Cloudy Weather, The Number Of Flu Cases In Rajkot Increased From 45 To 78, The Quality Of Rabi Crop Will Be Reduced From Mawtha, Visibility Remains 3 Km.

વાતાવરણ:વાદળછાયા વાતાવરણને કારણે રાજકોટમાં ફ્લૂના કેસ 45માંથી વધીને 78 થયા, માવઠાથી રવી પાકની ગુણવત્તા ઘટી જશે, વિઝિબિલિટી 3 કિલોમીટર રહી

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે બુધવારે દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ગુરુવારે માવઠું પડ્યું હતું. તેમજ આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો. વાદળછાયા વાતાવરણને કારણે બે જ દિવસમાં ફ્લૂના કેસ વધ્યા છે. 15 નવેમ્બરે મંગળવારે ફ્લૂના કેસ 45 નોંધાયા હતા. જ્યારે બુધવારે 70 અને ગુરુવારે 17 નવેમ્બરના રોજ 78 ફ્લૂના કેસ નોંધાયા હતા.

ગુરુવારે લઘુતમ તાપમાનનો પારો 20 ડિગ્રીએ થયો હતો, પરંતુ દિવસભર તડકો નહીં નીકળવાને કારણે અને પવનની ઝડપ વધી જવાને કારણે દિવસભર ઠંડું વાતાવરણ રહ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યાનુસાર શનિવાર સુધી હજુ આવું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. ગુરુવારે લઘુતમ તાપમાન 21.7 ડિગ્રી રહ્યું હતું હવામાન ખાતાના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની સંભાવના છે. ગુરુવારે વિઝિબિલિટી 3 કિલોમીટર રહી હતી.

શરીરનું તાપમાન ઘટે નહિ તેનું ધ્યાન રાખવું
બે ઋતુ ભેગી થાય ત્યારે સામાન્ય રીતે શરદી- ઉધરસના કેસ વધી જતા હોય છે. ક્યારેક ડેન્ગ્યુ અને મલેરિયાના કેસ પણ વધતા હોય છે. આવા વાતાવરણમાં શરીરનું તાપમાન ઘટે નહિ તેનું ધ્યાન રાખવું જોઈએ અને ગરમ કપડાંનો સહારો લેવો જોઈએ તેમ સિવિલ અધિક્ષક આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં મંગળવારે જનરલ ઓપીડીમાં 3341, બુધવારે 2758 અને ગુરુવારે 3576 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...