અફઘાનિસ્તાનમાં તાલીબાનો એ કબજો જમાવી લીધો છે. અફઘાનિસ્તાનના લોકો ડરના માર્યા હિજરત કરી રહ્યા છે. ભારતનો અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે. બન્ને દેશોના વ્યાપારીક સંબંધ પણ ખૂબ જૂના છે. ભારત અફઘાનિસ્તાનનો નેચરલ ટ્રેડીંગ પાર્ટનર છે અને દક્ષિણ એશિયામાં અફઘાનિસ્તાનના ઉત્પાદનોનું સૌથી મોટુ બજાર છે. અફઘાનિસ્તાની હાલતના કારણે ડ્રાયફ્રુટમાં મોટાપાયે ભાવવધારો થયો છે.
સરકાર જ કોઈ નક્કર પગલા લઈ શકે છે
આ અંગે રાજકોટના વેપારી નરેશભાઈ પંજવાણીએ જણાવ્યું હતું કે, મૂળ અમે બદામની આયાત અમેરિકાથી કરીએ છીએ પરંતુ અફઘાનિસ્તાનમાં તાલિબાનોના આતંક બાદ હાલ સુકામેવાના ભાવમાં 20 ટકા જેટલો વધારો થયો છે. અફઘાનિસ્તાનમાંથી પિસ્તા, બદામ, અંજીર, અખરોટ, કિસમીસ જેવા ડ્રાયફ્રુટ મંગાવવામાં આવે છે. છેલ્લા 15 દિવસથી અફઘાનિસ્તાનમાંથી આયાત થઈ શકી નથી. જેના કારણે બજારમાં સુકામાવાની અછત સર્જાણી છે. આગામી દિવસોમાં તહેવારો પણ શરુ થવા જઈ રહ્યા છે. ભારતીય પરંપરા મુજબ મીઠાઇઓમાં ડ્રાયફ્રુટનો ઉપયોગ થાય છે તેમજ સંબંધીઓને પણ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે ત્યારે આ ભાવવધારો તમામ વસ્તુને પ્રભાવીત કરી શકે છે. ત્યારે હવે સરકાર જ કોઈ નક્કર પગલા લઈ શકે છે.
એક મહિનાથી બોર્ડર સીલ કરી દેવામાં આવી છે
અફઘાનિસ્તાનમાં મચેલ ઉઘલપાથલના કારણે આયાત બંધ થઈ ગયેલ છે. જેના કારણે સમગ્ર ભારતમાં ડ્રાયફુટના ભાવમાં ધરખમ ભાવવધારો થયો છે. અફઘાનિસ્તાનમાં 500થી વધુ વેપારીઓ છે. પરંતુ તાલીબાનોના કબજા બાદ તેઓ વેપાર ઘર બધુ છોડી પરિવાર સાથે હીજરત કરી રહ્યો છે, અનેક વેપારીઓ, બોર્ડર હીજરત માટે આવી પહોંચ્યા છે. તાલીબાનોની હરકતોના કારણે છેલ્લા એક મહિનાથી બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. હાલ 35થી 40 ટકા ભાવ વધ્યા છે. જો પરીસ્થિતિ કાબુમાં નહી આવે તો હજુ 20 ટકા ભાવ આગામી સમયમાં વધી શકે છે. દિલ્હી, મુંબઈ, જમ્મુ કાશ્મીરમાં મોટાપાયે ડ્રાયફ્રુટની અછત સર્જની છે. પિસ્તા 200-300, દ્રાક્ષ 150-200, અંજીર 400, બદામ 400 અને કાજુમાં 200 રૂપિયાથી વધુ ભાવ વધ્યા છે.
લોકો ડ્રાયફ્રુટ સ્ટોર રહ્યા છે
અફઘાની વેપારીઓની ખૂબ કપરી હાલત છે, વેપાર ધંધા મુકી વેપારીઓ ઘર છોડી પરીવાર સાથે બોર્ડર પર આવી પહોંચ્યા છે. જેના કારણે ડ્રાયફ્રુટના ભાવમાં મોટાપાયે વધારો થયો છે જે સ્થિતિ કાબુમાં પરી નહી આવે તો વધુ કપરી હાલત થઈ શકે ઘર છે. ડ્રાયફ્રુટનો માલ અફઘાનિસ્તાન, નવી ઈરાનમાંથી પાકિસ્તાન થઈ વાઘા બોર્ડર આવે છે. હાલ વાઘા બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. માલ બોર્ડર પર અટવાય ગયો છે. તાલીબાનોના કબજા પહેલા રોજ રાજકોટમાં 50 ટનથી ઉપરનો માલ આવતો હતો જે હાલ માત્ર 10 ટન થઈ ગયો છે જયારે સામે લેવાવાળાની સંખ્યા તેટલી જ છે. આ ઉપરાંત લોકોમાં હજુ પણ ત્રીજી લહેરનો ડર રહેલો છે તેને ધ્યાનમાં રાખી લોકો ડ્રાયફ્રુટ સ્ટોર રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.