આપઘાતનો પ્રયાસ:રાજકોટની લવ મેરેજ કરનાર પરિણીતાએ પતિ સહિતના સાસરિયાના ત્રાસથી એસિડ ગટગટાવ્યું, હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિણીતાએ મહિલા પોલીસમાં પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ ફરિયાદ નોઁધાવી
  • પરિણીતાએ 2013માં પ્રેમલગ્ન કર્યા હતા અને તેને એક 7 વર્ષીય દીકરો પણ છે
  • પતિ વીસેક દિવસ પહેલા પિયરમાં પત્નીને દીકરાને મૂકી ગયો હતો પરંતું પરત નહોતો લઈ જતો

રાજકોટ શહેરના શ્રીનાથજી સોસાયટી શેરી નંબર 9માં માવતર સાથે રહેતી માહિલાએ આજે બપોરના 3 વાગ્યે આજીડેમ બગીચા ખાતે એસિડ પી આત્મહત્યા પ્રયાસ કર્યો હતો. જે બાદ તત્કાલ અસરથી 108 એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસ તપાસમાં પતિ, સાસુ અને જેઠ નાની-નાની બાબતે મેણાં- ટોણાં મારી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે મહિલાની ફરિયાદ આધારે પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધ મહિલા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક વર્ષથી ત્રાસ ગુજારાતો હોવાનો પરિણીતાનો આરોપ
ફરિયાદી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા માતા-પિતા સાથે રહું છું અને મે વર્ષ 2013ની સાલમાં રાજેશ જયંતીભાઇ અમરેલીયા સાથે લવ મેરેજ કર્યા હતા અને તેના ઘરે રહેતી હતી. લગ્ન બાદ મારે સંતાનમાં એક 7 વર્ષનો દીકરો છે જેનું નામ ફેનીલ છે અને હું રાજેશ સાથે સંયુક્ત પરિવારમાં તેની માતા તથા મોટાભાઇ સાથે રહેતી હતી. ઘણા વર્ષો અમારો સંસાર સારી રીતે ચાલેલો અને છેલ્લા એકાદ વર્ષથી મારા પતિ રાજેશ અમરેલીયા તથા મારા જેઠ શૈલેષ અમરેલીયા તથા મારા સાસુ મંજુલાબેન અમરેલીયા આ ત્રણેય અવારનવાર નાની-નાની બાબતોમાં મારી સાથે ઝઘડો કરી મને ગાળો દઇ માર મારતા હતા. મેણાં- ટોણાં મારતા હતા અને ખૂબ જ માનસિક અને શારિરીક ત્રાસ આપતા હતા.

પિયરમાં મૂકી ગયા બાદ પતિ તેડી નહોતો જતો
આજથી અંદાજે 20 દિવસ પહેલા મને મારા પતિ રાજેશ અમરેલીયા માર મારી મને તથા મારા દીકરા ફેનીલને મારા માવતરના ઘરે મૂકી ગયેલા અને અવારનવાર તેડી જવા માટે કહેતા તેડી જવાની ના પાડતા હતા. ત્રણેય મને માનસિક તથા શારિરીક ત્રાસ આપતા હતા.

108માં સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ
પતિ અને સાસરિયાના શારિરીક તેમજ માનસિક ત્રાસથી કંટાળીને આજરોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં પરિણીતાએ આજીડેમ બગીચામાં એસિડ પી લીધું હતું. ત્યારબાદ તેને 108 મારફતે સિવિલ હોસ્પીટલમાં સારવારમાં ખસેડેવામાં આવી હતી. ત્યારબાદ તેણે પતિ, સાસુ અને જેઠ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...