• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Drowned In Dirty Water In The Cellar Of Civil Hospital In Rajkot, Piles Of Garbage All Around, No Wonder If An Epidemic Spreads!

ગંદકીનો ગંજ:રાજકોટની સિવિલ હોસ્પિટલના સેલરમાં ગંદા પાણીમાં ડૂબ્યું, ચારે બાજુ કચરાના ઢગલા, રોગચાળો વકરે તો નવાઈ નહી !

રાજકોટ3 મહિનો પહેલા
રાજકોટની સિવિલ હોસ્પીટલમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલું જોવા મળે છે
  • સિવિલમાં ગંદા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો
  • વરસાદી માહોલમાં રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો

રાજકોટમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યો હતો. જોકે વરસાદે હવે વિરામ લીધા બાદ મોટાભાગના વિસ્તારોમાંથી વરસાદી પાણીનો નિકાલ તો થઇ ગયો છે. પણ આ રાજકોટની સિવિલ હોસ્પીટલમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલું જોવા મળે છે. સામાન્યરીતે દર વખતે જયારે ચોમાસું આવે એટલે રોગચાળો પણ વકરે છે અને સારવાર માટે લોકો સિવિલ હોસ્પિટલ આવતા હોય છે. પણ આ દ્રશ્યો જોઇને એમ જ લાગે કે દર્દી અહીંયા સારવાર લઇ સાજો તો થાય કે ન થાય પણ વધુ બીમાર ચોક્કસથી થઇ જાય, ગંદકીના ગંજ અને ઠેર ઠેર પાણી ભરાયેલા રહેતા દર્દીઓ પણ પરેશાન થઇ ચુક્યા છે. સિવિલ હોસ્પીટલના સેલરમાં ગંદકી અને ગંદા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે. તેથી પ્રજાના હિતમાં લોકોના આરોગ્યની સુવિધા અંગે ઉત્પન્ન થયેલી આ મુશ્કેલીનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ મુશ્કેલીનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે
આ મુશ્કેલીનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે
ગંદકીના ગંજ અને ઠેરઠેર પાણી ભરાયેલા રહેતા દર્દીઓ પણ પરેશાન થઇ ચુક્યા છે.
ગંદકીના ગંજ અને ઠેરઠેર પાણી ભરાયેલા રહેતા દર્દીઓ પણ પરેશાન થઇ ચુક્યા છે.

વરસાદી માહોલમાં રોગચાળો ફેલાવાનો ભય ઉભો થયો
રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે ડેંગ્યુનો વાયરો ફેલાયો છે અને દર્દીઓની સંખ્યામાં વધારો થવાની ભીતિ અગાઉ જ મહાપાલિકા વ્યકત કરી ચૂકી છે ત્યારે વરસાદી માહોલમાં રોગચાળો ફેલાવાનો ભય ઉભો થઇ ગયો છે. વરસાદી પાણીનો ભરાવો સતત રહે તો ડેંગ્યુ સહિતના તાવ ફેલાવતા મચ્છરના બ્રિડીંગ વધે તેમ છે. આથી ડોર ટુ ડોર ચાલતી સર્વેની કામગીરીમાં કમિશનરે આરોગ્ય શાખાની ટીમો ઉતારી છે.

ગંદા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે
ગંદા પાણીને લઈને મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે
દર્દી અહીંયા સારવાર લઇ સાજો તો થાય કે ન થાય પણ વધુ બીમાર ચોક્કસથી થઇ જાય
દર્દી અહીંયા સારવાર લઇ સાજો તો થાય કે ન થાય પણ વધુ બીમાર ચોક્કસથી થઇ જાય
ગંદકીના ગંજ અને ઠેર ઠેર પાણી ભરાયેલા રહેતા દર્દીઓ પણ પરેશાન થઇ ચુક્યા છે
ગંદકીના ગંજ અને ઠેર ઠેર પાણી ભરાયેલા રહેતા દર્દીઓ પણ પરેશાન થઇ ચુક્યા છે

ડોર ટુ ડોર ચકાસણી માટે ખાસ 102 ટીમ દોડાવતા કમિશ્નર અરોરા
હાલ આંકડા નાના હોવા છતાં મેલેરીયાની સરખામણીમાં ડેંગ્યુના કેસની સંખ્યા ચાર ગણી દેખાય રહી છે. આ અંગે કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, ગઇકાલથી આરોગ્ય અને મેલેરીયા શાખાની કામગીરી વધુ વિસ્તારવા 102 ટીમોને સર્વેમાં મોકલવામાં આવી છે. પાણીના ખાડામાં દવા છંટકાવ, સફાઇના રસ્તે મચ્છરોનો ફેલાવો ન થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે. ત્રણ દિવસ પહેલા ભારે વરસાદ પડયો હોય, ઘરમાં, ફળીયામાં, છજજા કે અગાસીમાં જરાપણ વરસાદી પાણી ન રહે તેની ખાસ તકેદારી રાખવા લોકોને અનુરોધ કર્યો છે.