ઇન્ડિયન ડ્રોન સ્કવોડ:કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાં જતાં જ્યાં લોકો ડરે છે ત્યાં ડ્રોન તમામ પ્રકારની સેવા પૂરી પાડે છે

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ડિયન ડ્રોન સ્કવોડના સભ્યો - Divya Bhaskar
ઇન્ડિયન ડ્રોન સ્કવોડના સભ્યો
  • 24 માર્ચે 1 ડ્રોન લીડરને વિચાર આવ્યો અને 1 માસમાં 13 રાજ્યના 1342 ડ્રોન લીડર જોડાયા

ડ્રોન કેમેરાથી રિસર્ચ કરીએ છીએ, ખેતીમાં દવા છંટકાવ, પાવરલાઇન ઇન્સ્પેક્શન સહિતના કામો કરીએ છીએ પરંતુ વિશ્વ આખું કોરોનાથી મૂંઝવણમાં મુકાયું છે, ભારતમાં પણ કોરોના જેટ ગતિએ વધી રહ્યો છે ત્યારે આ મહામારીમાં સરકારી તંત્રને કેવી રીતે મદદરૂપ થવાય તેવો અમદાવાદ રહેતા ડ્રોન લીડર યુવકને વિચાર આવ્યો  અને એક જ મહિનામાં આ  વિચાર દેશના 13 રાજ્યમાં ફેલાઇને એક અલગ જ કોમ્યુનિટી ઊભી થઇ ‘ઇન્ડિયન ડ્રોન સ્કવોડ’. કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાં કામગીરી માટે જતાં કોઇપણ વ્યક્તિ ડરે છે ત્યાં ડ્રોન પહોંચીને જરૂરતમંદ સુધી વસ્તુ અને સેવા પહોંચાડી અનોખું કામ કરી રહ્યું છે.  જૂનાગઢના વતની અને અમદાવાદ સ્થાયી થયેલા નિખીલ મેથિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની  સ્ટાર્ટઅપ યોજનામાં જીટીયુ સાથે તેનું એમઓયું થયું છે અને જેના ભાગરૂપે અત્યાર સુધીમાં ડ્રોન કેમેરાથી પાવરલાઇન ઇન્સ્પેક્શન, વિન્ડફાર્મમાં ઇન્સ્પેક્શન, ટ્રાફિક સર્વેલન્સ સહિતના કામો કર્યા હતા, પરંતુ કોરોનામાં સરકારી તંત્રને કેવી રીતે તેની કામગીરીમાં મદદરૂપ થવાય તેવો તા.24 માર્ચે વિચાર આવ્યો અને તે માટે ઇન્ડિયન ડ્રોન સ્ક્વોડ બનાવી, ગુજરાત રાજ્યમાં ડ્રોન ધરાવતા લોકોને જોડવા માટે સોશિયલ મીડિયામાં ગ્રૂપ બનાવ્યું, બે દિવસમાં જ ગુજરાતમાં 320 ડ્રોન લીડર જોડાઇ ગયા, એક મહિનામાં 13 રાજ્યના 1342 ડ્રોન લીડર આ સ્કવોડના સભ્ય બની કટોકટીના આ સમયમાં સેવા બજાવી રહ્યા છે. ઼

એકબીજાને મળ્યા નથી, છતાં સૂચના મળતા જ 1342 સભ્ય તૈયાર

13 રાજ્યના 1342 લોકો આ સ્કવોડમાં છે, 90 ટકા લોકો એકબીજાને ઓળખતા નથી, ક્યારેય મળ્યા પણ નથી, પરંતુ એકપણ સંદેશો આપવામાં આવે તે સાથે જ પોતાના વિસ્તારમાં લોકોની સેવા માટે મેદાને ઉતરી પડે છે. - નિખીલ મેથિયા, ઇન્ડિયન ડ્રોન સ્કવોડ વિઝન.

અન્ય સમાચારો પણ છે...