તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવી મેઘસવારી:રાજકોટમાં ઝરમર, વીરપુર અને જેતપુરમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ, કાલે NDRFની ટીમ આવશે

રાજકોટ3 મહિનો પહેલા
  • સવારથી જ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ મેઘરાજાની ધીમધાર એન્ટ્રી

અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ આજે રાજકોટ જિલ્લાના યાત્રાધામ વિરપુર અને જેતપૂરમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. સવારથી વાતાવરણ ગોરંભાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વિરપુર અને જેતપુરના વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં. આ ઉપરાંત રાજકોટ શહેરમાં સવારથી ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદની આગાહીને લઈને રાજકોટમાં આવતીકાલે NDRFની ટીમ આવી પહોંચશે.

લોકોએ ગરમીમાંથી રાહત મેળવી
વિરપુરમાં વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે. પંથકમાં વરસાદ વરસતા આગોતરા પાકનું વાવેતર કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ
ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ

જેતપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો
આજે જેતપુર પંથકમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વાવણીલાયક વરસાદની ખેડૂતો રાહ જોઇ રહ્યા છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં વરસેલા વરસાદની વાત કરીએ તો લોધીકામાં 1 ઇંચ, જસદણમાં 7 મિમી, ધોરાજીમાં પોણો ઇંચ અને કોટડાસાંગાણીમાં 0.5 ઇંચ સહિત જિલ્લામાં કુલ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

જેતપુર પંથકમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ વરસ્યો
જેતપુર પંથકમાં ભારે પવન-ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

રાજકોટમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો
રાજકોટના મોરબી રોડ, આજીડેમ, ગ્રીનલેન્ડ ચોકડી, અમુલ સર્કલ સહિતના વિસ્તારોમાં આજે વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ ભીના થયા હતા. જ્યારે સરધારમાં વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તા પર પાણી વહેવા લાગ્યા હતા. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો અસહ્ય ગરમીથી ત્રસ્ત બન્યા છે. તેમજ વાદળછાયા વાતાવરણને કારણે બફારાનું પ્રમાણ પણ વધ્યું છે.

વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો.
વહેલી સવારથી જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો.

ગઈકાલે રાજકોટમાં ઝાપટુ વરસ્યું
રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ગરમી અને બફારો થઇ રહ્યો છે. જેના કારણે રાજકોટવાસીઓ વરસાદની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા. શહેરમાં ગઇકાલે સાંજે મેઘસવારી આવી પહોંચી હતી. શહેરના અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. જેમાં મોરબી રોડ, જામનગર રોડ, ગોંડલ રોડ, કુવાડવા રોડ, કાલાવડ રોડ, માધાપર ચોકડી, રામાપીર ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી સસહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

ગઈકાલે રાજકોટમાં ઝાપટુ વરસ્યું
ગઈકાલે રાજકોટમાં ઝાપટુ વરસ્યું