તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Driving Test From 6.30 Am To 9.30 Pm: One Month Waiting Will Be Reduced, 800 Car bike Tests Will Be Taken Daily, License Will Be Given In 20 Days Instead Of 45.

નિર્ણય:સવારે 6.30થી રાત્રે 9.30 સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ : એક માસનું વેઈટિંગ ઘટશે, રોજની 800 કાર-બાઈકની ટેસ્ટ લેવાશે, 45ના બદલે 20 દી’માં લાઈસન્સ મળશે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાત્રે 9.30 સુધી ટેસ્ટ લેવાની હોવાથી ટ્રેક પર લાઈટ માટે વ્યવસ્થા કરાઈ. - Divya Bhaskar
રાત્રે 9.30 સુધી ટેસ્ટ લેવાની હોવાથી ટ્રેક પર લાઈટ માટે વ્યવસ્થા કરાઈ.
  • RTOમાં ડ્રાઈવિંગ ટેસ્ટ બે શિફ્ટમાં લેવાશે
  • વેઈટિંગ ઓછું કરવા વાહન વ્યવહાર વિભાગનો નિર્ણય
  • મહિને 24 હજારથી વધુ અરજદારોને લાભ

આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે છેલ્લા ઘણા સમયથી એક-એક મહિનાનું વેઈટિંગ હોવાને કારણે અરજદારોને ટેસ્ટ માટે રાહ જોવી પડતી હતી. વેઈટિંગ ઓછું કરવા માટે તાજેતરમાં જ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટનો સમય વહેલી સવારે 6.30થી રાત્રે 9.30 સુધી કરવા નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે રાજકોટ આરટીઓમાં તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને રવિવારથી આ ટાઈમટેબલ પ્રમાણે સ્લોટ બુકિંગ પણ કરી શકાશે અને લોકો વહેલી સવારથી ટેસ્ટ આપી શકશે.

આ નિર્ણયને પગલે હવે આરટીઓમાં દરરોજ 800થી વધુ બાઈક અને કારની ટેસ્ટ લેવાશે. સંભવત 20 દિવસમાં વેઈટિંગ પણ ઓછું થશે અને વેઈટિંગ ઓછું થવાને કારણે અરજદારોને ડ્રાઈવિંગ લાઇસન્સ પણ 25 દિવસ વહેલું મળી શકશે.રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે, વેઇટિંગ પિરિયડ ઘટાડવા ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરીનો સમય વધારી સાડા 16 કલાક કરવાનો નિર્ણય લેવાયો છે.

આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બે શિફ્ટમાં થશે. પ્રથમ શિફ્ટ સવારના 6થી બપોરે 2.15 સુધીની અને બીજી શિફ્ટ બપોરે 2.15થી રાતે 10.30 સુધીની રહેશે. સવારે 6 વાગ્યે વેરિફિકેશનની કામગીરી થશે અને 6.30 વાગ્યાથી ડ્રાઇવિંગ ટેસ્ટ શરૂ થશે. મહિલા અરજદારોની સલામતી માટે સુરક્ષા જવાન મુકાશે. આ નિર્ણયથી મહિને અંદાજિત 24 હજારથી વધુ અરજદારોને લાભ થશે.

તૈયારી | લાઈટ માટે વીજપોલની કામગીરી શરૂ, મહિલા અરજદારોની સલામતી માટે સુરક્ષા જવાન મુકાશે​​​​​​

પહેલા આ વ્યવસ્થા હતીહવે વધુ સુવિધા શરૂ કરાઈ
સમય સવારે 10થી સાંજે 6 સુધીનો હતો.સમય સવારે 6થી રાત્રે 9.30 કલાક સુધી કરાયો.
દરરોજ 450 વાહનની ટેસ્ટ લેવાતી હતીદરરોજ 800થી વધુ વાહનની ટેસ્ટ લેવાશે.
એકથી દોઢ મહિનાનું ટેસ્ટ માટે વેઈટિંગ રહેતું હતું.સમય વધારવાથી વેઈટિંગ 15 દિવસમાં ઘટશે.
એક જ શિફ્ટમાં કામગીરી થતી હતી.બે શિફ્ટમાં હવેથી કામગીરી કરવામાં આવશે.
અરજદારને દોઢ મહિને લાઇસન્સ મળતું હતું.વેઈટિંગ ઘટવાથી 10થી 15 દિવસમાં મળશે.
લોકલ સિક્યુરિટી ગાર્ડ સુરક્ષા માટે હતા.મહિલાઓની સુરક્ષા માટે GISFના જવાનો રખાશે.
દિવસે લાઈટિંગની જરૂરિયાત રહેતી ન હતી.વહેલી સવારે-રાત્રે ટેસ્ટ માટે લાઈટિંગ ફિટ કરાવી.

​​​​​​​

સેટઅપ તૈયાર થયા બાદ નવી વ્યવસ્થા શરૂ કરાશે
​​​​​​​આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેનો સમય વધાર્યા બાદ નવું સેટઅપ ગોઠવવામાં આવી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રે ટેસ્ટ લેવા માટે લાઈટિંગ, ટ્રેકમાં કલર માર્કિંગ સહિતનું સેટઅપ ગોઠવાઈ રહ્યું છે. તમામ તૈયારી થયા બાદ વડી કચેરીના આદેશ પ્રમાણે નવી વ્યવસ્થા શરૂ કરાશે. > પ્રતિક લાઠિયા, ઇન્ચાર્જ આરટીઓ, રાજકોટ

અન્ય સમાચારો પણ છે...