તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉત્તરાયણના તહેવાર પહેલાં જ પતંગની દોરી એક યુવક માટે જીવલેણ બની છે. રાજકોટમાં નાનામવા રોડ પર ગળામાં દોરી ફસાતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા એક્ટિવાચાલક યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું છે. ગઈકાલે સાંજના સમયે એક્ટિવા પર જઈ રહેલા 39 વર્ષીય યુવકનું મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને 8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
મિસ્ત્રીકામ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ઘટના બની
મળતી માહિતી અનુસાર, શહેરના અંકુરનગર મેઈન રોડ ઉપર ગોપાલ પાર્કમાં રહેતા અને મિસ્ત્રીકામ કરતા વિપુલભાઈ નાનાલાલ બકરાણિયા નામનો 39 વર્ષીય યુવક ગત સાંજે 6 વાગ્યા આસપાસ નાનામવા રોડ ઉપરથી મિસ્ત્રીકામ પૂરુ કરીને તેના કારીગર સાથે એક્ટિવામાં ઘર તરફ જઈ રહ્યો હતો. એ દરમિયાન અજમેરા શાસ્ત્રીનગર નજીક પહોંચ્યો ત્યારે અચાનક પતંગની દોરી તેના ગળા ઉપર ફરી વળી હતી અને ગળામાં અંદર ઊતરી ગઈ હતી.
ગળે દોરી વીંટળાઈ જતા વિપુલભાઈ એક્ટિવાના હેન્ડલ પરથી કાબૂ ગુમાવે છે
સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે કંઇ રીતે વિપુલભાઈ બકરાણીયા પોતે એક્ટિવા ચલાવીને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગળાના ભાગે પતંગની દોરી આવીને વીંટળાઈ જાય છે. ત્યારે ગળાના ભાગે દોરી વીંટળાઈ જવાના કારણે તેઓ એક્ટિવાના હેન્ડલ પરથી કાબૂ ગુમાવે છે અને ત્યારબાદ તેઓ રસ્તા પર પડી જાય છે. ત્યારે રસ્તે નીકળતા લોકોના ટોળે ટોળા એકઠા થઇ જતાં જોવા મળે છે.
8 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
ગાડીની સ્પીડ હોવાથી દોરીએ ગળાની નસ કાપી નાખી હતી, જેથી બંને એક્ટિવા સાથે ફંગોળાઈ ગયા હતા. જોકે કારીગરને નજીવી ઇજા થઇ હતી અને વિપુલને ગિરિરાજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. વિપુલભાઈ બે ભાઈઓમાં નાના હતા. વિપુલના મોતથી 8 વર્ષની દીકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.